રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
કેશોદ તાલુકામાં શિયાળું પાક ઘઉનું મોટા ભાગના ખેડુતોએ વાવેતર કરેલ હતું જે પાક તૈયાર થતાં ઘઉની કાપણીની કટરો શરૂઆત થઈ રહીછે ઘઉનો પાક તૈયાર થતાં ખેડુતો ઉપજની દ્રષ્ટીએ મન મનાવી તો રહયા છે પણ પોષણક્ષમ ભાવના અભાવે ખેડુતોમાં નિરાશા જોવા મળી રહી છે. પેટ્રોલ,ડીઝલ, રાંધણગેસ સહીતના મોટા ભાગની ચીજવસ્તુઓમાં દિન પ્રતિદિન ભાવમાં વધારો થતો જોવા મળે છે. ત્યારે ઘઉના ભાવમાં વધારો ન થતાં ખેડુતો નિરાશા અનુભવી રહયા છે. ગત વર્ષે ઘઉના ઉત્પાદનની શરૂઆત સમયે પ્રતિ મણ ૩૧૫ થી ૩૭૦ સુધીના બજારભાવ રહ્યા હતા. તેની સરખામણીએ આ વર્ષે ઘઉના ઉત્પાદનની શરૂઆતમાં ૩૫૦ જેટલો ભાવ જોવા મળી રહ્યો છે. જે ગત વર્ષની સરખામણીએ ભાવ વધારો જોવા નથી મળ્યો, ખેડુતોના માનવા પ્રમાણે ઘઉનો પ્રતીમણ ઓછામાં ઓછો ૪૦૦ રૂપીયા ભાવ મળી રહે તેવૂ ખેડુતોમાં ચર્ચાઈ રહ્યું છે એક બાજુ સરકાર ખેડુત સમૃદ્ધ તો દેશ સમૃદ્ધના નારા લગાવે છે. તો બીજી તરફ ખેતી પ્રધાન ગણાતા દેશમાં ખેત ઉત્પાદનનોના પોષણક્ષમ ભાવ મળતા ન હોવાની વાતને નકારી ન શકાય ત્યારે ખરેખર ખેડુતોને સમૃદ્ધિ તરફ લઈ જવા હોય તો તમામ ખેત ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તો ખેડુત સમૃદ્ધ બનશે સાથે દેશને સમૃદ્ધ બનાવવામાં પણ સહભાગી થશે પણ વર્ષોથી ખેત ઉત્પાદન તૈયાર થાય ત્યારે ખેડુતોના એક જ પ્રશ્ન હોય છે. પોષણક્ષમ ભાવ પણ ક્યારે મળશે તે જોવાનું રહ્યું…