ડભોઇ વડોદરા ફરતી કૂઈ પાસે અકસ્માત સર્જાયો: યુવાનનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત..

Latest vadodara
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ

ડભોઇ વડોદરા રોડ પર હોટલ તુલસી પાસે ગોઝારો અકસ્માત સર્જાતા ડભોઈના યુવાનનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું. ગતરોજ સવારે આશિષભાઈ દિનેશભાઈ કારોલીયા રહેવાસી બી-૪૪ શ્રીજી પાર્ક કોલેજ રોડ ડભોઇનાઓ પોતાની અશોક લેલન ટેમ્પો નંબર- જી.જે.૦૬.બી. ટી-૨૪૭૯ નવી ખરીદેલી હોય ગાડીની સર્વિસ કરાવવા અર્થે વડોદરા જઇ રહ્યા હતા ત્યારે ફરતી કૂઈ હોટલ તુલસી પાસે રોડ ઉપર આગળ ચાલતા ડમ્પર ટ્રકની પાછળ અશોક લેલન નં-જી.જે.૦૬-બી.ટી -૨૪૭૯ ધડાકાભેર ભટકાતા તેઓને માથે અને ચહેરાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ તેઓ નું મૃત્યુ થઈ જવા પામ્યું હતું. જ્યારે અકસ્માતની જાણ પરિજનોને થતા ઘટનાસ્થળે પહોંચી જઈ આશિષભાઈને લઇ ડભોઇ સરકારી દવાખાને સારવાર માટે લાવ્યા હતા. પરંતુ દવાખાનાના ડોક્ટરએ તપાસ કરતા આશિષભાઈને મૃત જાહેર કર્યો. જેથી ડભોઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *