બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નવાપરા ગામની મહિલાની આબરૂ લેવાનો પ્રયાસ કરનાર ગામના ઈસમ વિરુદ્ધ મહિલાએ ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નવાપરા ગામની એક પરણિત મહિલા પોતાના ઘરમાં એકલી જ હતી ત્યારે રાતના એક વાગ્યાના સમયે ગામનો સચિનભાઇ અનુજીભાઇ વસાવા મહિલાની એકલતાનો લાભ લઇ તેમની આબરૂ લેવા માટે મહિલા સાથે છેડછાડ કરી બિભત્સ માંગણી કરી ગાલે બચકુ ભરી ઈજા પહોચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કરતા મહિલાની ફરિયાદના આધારે રાજપીપળા પોલીસે સચિન વસાવા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.