રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા
શહેરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના તાલુકા પંચાયતના ૧૧ અને જિલ્લા પંચાયતના ત્રણ ઉમેદવારો બિન હરીફ જાહેર થતા ભાજપમાં ખુશી જોવા મળી હતી. નગરપાલિકા ,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ૯૦ થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહયા હતા.
શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ખેંચવાનો દિવસ ભાજપ માટે શુભ રહયો હતો. કોંગ્રેસના ઉમેદવારો એક બાદ એક ઉમેદવારી પત્ર પરત ખેંચતા ભાજપના ઉમેદવારો બિન હરીફ થયા હતા. જિલ્લા પંચાયતની સીટ પર દલવાડા બેઠક પર ભારતી બેન ભૂપતસિંહ પટેલ, અણીયાદ બેઠક પર નાયક વિનુભાઈ અમરાભાઇ,નાંદરવા બેઠક પર સોલંકી દિલીપસિંહ અરવિંદસિંહ મળી ને કુલ ત્રણ જિલ્લા પંચાયત સીટ બિન હરીફ થઈ હતી. જ્યારે તાલુકા પંચાયતની ૩૦ બેઠકોમાંથી ખોજલવાસમાં પ્રદીપસિંહ પ્રતાપસિંહ ચોહાણ , ઉમરપુરમાં ગીતાબેન રાકેશકુમાર ચૌહાણ, પાદરડીમા રેખાબેન કીરપાલસિંહ માલીવાડ તેમજ માતરિયા વ્યાસમા દશરથસિંહ વણઝારા, દલવાડામા ઇન્દિરાબેન ગણપત પટેલ,તાડવામાં પુંજીબેન હાજાભાઈ ચારણ,અણીયાદમા રજનિષાબેન રાઠોડ, બોડીદ્રા ખુર્દમાં કપિલાબેન રાજેશ બારીઆ,બોરિયા સીટમા ભાવનાબેન જશવંત પગી, ખટકપુર સીટમા ભૂરીબેંન નાયકા , શેખપુર સીટમાં ચંદુભાઈ નાયકા સહિત ભાજપના ઉમેદવારો બિન હરીફ થયા હતા. ભાજપ માંથી બિન હરીફ થયેલ ઉમેદવારોના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ફટાકડા ફોડીને પોતાના ઉમેદવારોને મો મીઠું કરાવતા નજરે પડ્યા હતા. ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલીયાએ કહ્યું કે કોંગ્રેસની અત્યાર થી જ હાર થવા માંડી છે.આ ચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો પર વિજય થશે તેવું જણાવ્યું હતું. આ સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં નગરપાલિકા ,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ૯૦ થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમા રહયા હતા.નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને અપક્ષના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે અને ચૂંટણી રસાકસી બની રહશે તો નવાઈ નહી. ઉમેદવારી પત્ર ખેંચવાના દિવસે ચૂંટણી કચેરીની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
શહેરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષટ થયેલ છે. સાત જિલ્લા પંચાયત માંથી ત્રણ બિન હરીફ થતા ચાર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની 30 માંથી ૧૧ બેઠકો બિન હરીફ થતા 19 બેઠકો પર ચૂંટણી જંગ જામશે, જ્યારે નગરપાલિકામાં વોર્ડ ૬ ની ૨૪ બેઠકો માંથી વોર્ડ નંબર ૧ માં બે બિન હરીફ ઉમેદવારો થવાની શક્યતાને લઈને ૨૨ બેઠકો પર ચૂંટણી ઉમેદવારો લડશે તેમ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ હવે ભાજપના ઉમેદવારો સામે જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી શકે તેમ છે.