રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ
માંગરોળ કોંગ્રેસના પીઠ આગેવાન કાનભાઈ રામ, વાલાભાઈ ખેર, લક્ષમણભાઈ ભરડા સહિતના આગેવાનો દ્વારા મહિલા કાર્યકરને કોંગ્રેસનો ખેસ પહેરાવી અને ફૂલહાર અને સાલ ઓઢાડી પક્ષામાં પ્રવેશ આપ્યું હતો. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ટીકીટને લઇને અસંતોષ જોવા મળી રહયો છે. ત્યારે પ્રથમ વાત કરીએ તો શીલ જિલ્લા પંચાયતની ટીકીટ નહી મળતાં ભાજપના જુનાગઢ જિલ્લાના પુર્વ મહામંત્રી રામજીભાઇ ચુડાસમાએ પોતાના ટેકેદારો સાથે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે જયારે આજે શેરીયાજના મહીલા કાર્યકર અને ભાજપમાંથી શેરીયાજ તાલુકા પંચાયતની ટીકીટ નહી મળતા પોતાના 100 જેટલા કાર્યકરો સાથે આજે ભાજપ પ્રમુખને પોતાનું રાજીનામું આપ્યું છે. ખાસ તો આવનારી હાલની ચુંટણીમાં આ તમામના રાજીનામાની અશર પડશે તેમ માનવામાં આવી રહયું છે. જયારે આ કાર્યકર દ્વારા શેરીયાજ સીટની તાલુકા પંચાયતની ભાજપમાંથી ટીકીટ માંગનાર મહીલા ઉમેદવારને ટીકીટ ન મળતાં આજે પોતાના 100 જેટલા કાર્યકરો સાથે ભાજપમાંથી રાજીનામું ધરીને વિધિવત કોંગ્રેસમાં જોડાયા હતા જયારે કોંગ્રેસના હોદેદારોએ તેમને હાર પહેરાવી કૉંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.