પંચમહાલ: શહેરામાં ચૂંટણી અધિકારી અમિતા પારધીની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્રોની ચકાસણી કરાઈ…

Latest Panchmahal shera
રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા

શહેરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારી પત્રની ચકાસણીના દિવસે વિવિધ કચેરી ખાતે પાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીમા ઉમેદવારી કરેલ ઉમેદવારો ચૂંટણી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા.પાલિકાના વોર્ડ નંબર ૨ અને વોર્ડ ૪મા અનુક્રમે બે અને એક મળી કુલ ત્રણ અપક્ષના ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. જ્યારે તાલુકા પંચાયતની બેઠકમાં ઉમરપુર,માતરિયા વ્યાસ,ગાંગડિયા અને શેખપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવારના ઉમેદવારી પત્ર રદ થયેલ છે, તો દલવાડા ખટકપુર,અને બોડીદ્રાખૂર્દમાં ભાજપ ઉમેદવારોના આક્ષેપ સાથે તેઓ શૌચાલય ધરાવતાના હોવાની ફરિયાદ કરેલી છે આથી તેની તપાસ ચાલુ છે.

શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતમાં ૧૧૨, જિલ્લા પંચાયતમાં ૨૩ અને નગરપાલિકામાં ૬૯ મળીને કુલ ૨૦૪ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાં ભાજપ-કોંગ્રેસ અપક્ષ અને સૌપ્રથમ વખત આમ આદમી પાર્ટી દ્વારા પણ આ વખતની ચુંટણીમાં ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા .ઉમેદવારી પત્ર ચકાસણીના દિવસે ઉમેદવારો ચૂંટણી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા.પાલિકાની ચૂંટણીની ચકાસણીમા ચૂંટણી અધિકારી અમિતા પારધીની ઉપસ્થિતિમાં અપક્ષના ત્રણ ઉમેદવારના ફોર્મ રદ થયા હતા. જેમાં વોર્ડ નંબર ૨માં અપક્ષના ભૂપેશ ચંદુલાલ પાઠક અને પગી સુમિત્રા જ્યારે વોર્ડ નંબર ૪માં સુરેશ ખુશલાણીનું ઉમેદવારીપત્ર રદ કરવામાં આવ્યુ હતું. જિલ્લા પંચાયત ચૂંટણી અધિકારી જય બારોટ સમક્ષ ભાજપના ઉમેદવારોએ કોંગ્રેસના અણીયાદ, નાંદરવા ,બોરિયા જિલ્લા પંચાયત સીટના ઉમેદવારના ઘરે શૌચાલય ન હોવાનો વાઘો ઉઠાવ્યો હતો.જેથી ચૂંટણી અધિકારી બારોટ દ્વારા કોંગ્રેસ ઉમેદવારના ઘરે તપાસ માટે ટીમ મોકલવામાં આવી હતી. તાલુકા પંચાયતની 14 બેઠકમાં ચૂંટણી અધિકારી મેહુલ ભરવાડ સમક્ષ ભાજપના અમુક ઉમેદવારોએ કોંગ્રેસના ત્રણ ઉમેદવારો સામે વાધો ઉઠાવ્યો હતો. જેમાં માતરિયા વ્યાસ,ઉમરપુરના કોંગ્રેસ ઉમેદવારના દરખાસ્ત કરનારે પોતે સહી ન કરી હોવાનો વાઘો ઉઠાવતા ઉમેદવારી પત્ર અમાન્ય ગણવામાં આવ્યું હતું. જ્યારે ગાંગડીયાના કોંગ્રેસ ઉમેદવારને વર્ષ 2006 પછી ત્રણ બાળકો ધરાવતા હોવાથી ઉમેદવારી ફોર્મ રદ થતાં કોંગ્રેસ પક્ષમા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જ્યારે કોંગ્રેસના ડમી ઉમેદવારને તો બગાસું ખાતા પતાસું મળ્યા જેવો ઘાટ થયો હતો.તાલુકા પંચાયત કચેરી ખાતે 16 તાલુકા પંચાયતની ઉમેદવારી પત્ર ચકાસણીમાં ચૂંટણી અધિકારી અંકિતા ઓઝા સમક્ષ ભાજપના ઉમેદવારો ચાર કોંગ્રેસ ઉમેદવારનો વાઘો ઉઠાવ્યો હતો.જેમાં શેખપૂરમાં વધુ બાળક હોવાથી ફોર્મ રદ થવા સાથે દલવાડા ખટકપુર,અને બોડીદ્રાખૂર્દમાં શૌચાલયની તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *