બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
નર્મદા પોલીસે હાલમાં જ ડ્રિપ ઇરીગેસનની નાંદોદ તાલુકાના ગામોમાં ચોરી કરનાર ગેંગને મુદામાલ સાથે ઝડપી લીધા બાદ પણ આ ચોરી નો સીલસિલો હજુ ચાલુ જ હોય તેમ ખેડૂતોમાં ભય ફેલાયેલો જોવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળાના ખત્રીવાડમાં રહેતા મહેન્દ્રભાઇ કંચનલાલ કાછીયાની ફરિયાદ મુજબ તેમના અણીજરા ગામના ખેતરના શેઢા ઉપર ઇરીગેશનની પાઇપો કાઢીને મુકેલ હતી જેની કિ.રૂા.૮૦,૦૦૦ ની પાઇપો કોઈ ચોરી કરી લઇ જતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે. બે દિવસ પહેલા જ નાંદોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ખેતરમાં ડ્રિપ ઇરીગેસન પાઇપોની લાખોની ચોરી કરતી ગેંગ ને નર્મદા પોલીસે મુદામાલ સાથે ઝડપી પાડી હોવા છતાં વધુ એક ખેતરમાં થયેલી આ ચોરી બાબતે અનેક તર્ક વિતર્ક સેવાઇ રહ્યા છે. શું આ ગેંગના કોઈ બીજા સાગરીતો ખુલ્લેઆમ ફરે છે..? કે અન્ય કોઈ બીજી ગેંગ સક્રિય થઈ છે..? તેવા સવલો હાલ નાંદોદ પંથકમાં ચર્ચામાં છે.