બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી 28 તારીખે યોજાવવાની છે ત્યારે આ ચૂંટણીમાં કુલ આઠ વોર્ડ માટે 144 ફોર્મ ભરાયા હતા. ગતરોજ ફોર્મ ચકાસણીનો દિવસ હતો ત્યારે પ્રાંત અધિકારી સહ ચૂંટણી અધિકારી નાંદોદ કાર્યાલય ખાતે ઉમેદવારોની હાજરીમાં ફોર્મ ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં 21 ફોર્મ અમાન્ય થયા છે. જયારે 123 ફોર્મ માન્ય રહેવા પામ્યા છે, જેમાં 28 ફોર્મ ભારતીય જનતા પક્ષના ,12 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના, બે આપના તથા 1 બીટીપીના ઉમેદવારનું માન્ય રહ્યું છે,અપક્ષોનો દબદબો હોય એમ કુલ 80 અપક્ષ ઉમેદવારો હજી પણ મેદાનમાં છે ત્યારે આવતીકાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યાર બાદ રાજપીપળા નગરપાલિકામાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે અને ઉમેદવારોને ચિન્હ અને અનુક્રમ નંબર ફાડવામાં આવશે તંત્ર દ્વારા આ વખતે ઈવીએમ અંગે ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે કે દરેક મતદારે ચાર મત કે તેથી ઓછા અથવા નોટાનો ઉપયોગ કરી મતદાન કરવાનું છે.