શહેરા તાલુકાના વલ્લવપુર ગામે ગીરો મુકેલ જમીનનો કબ્જો નહીં છોડતા શખ્સ વિરુદ્ધ ફરીયાદ

Latest Panchmahal
રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા

શહેરા તાલુકાના વલ્લવપુર ગામે ગીરો મુકેલ જમીનનો કબ્જો નહીં છોડાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. જ્યારે પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓએ જમીન ખાતે પહોચી જઈને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા નવા વલ્લવપુર ગામના જયપાલસિંહ અર્જુનસિંહ સોલંકીએ ગામમાં જ આવેલ સર્વે નંબર ૮૧૬ (જુનો સર્વે નં.૧૫૫ પૈકી ૧) હે.આરે. ચો.મી.૦-૫૭-૦૩૮ વાળી જમીન વલ્લવપુર ગામના નવાધરા ઠાકોર ફળીયામાં રહેતા બળવંતસિંહ ગણપતસિંહ સોલંકી અને જશવંતસિંહ બળવંતસિંહ સોલંકીને વર્ષ ૨૦૦૮માં ગીરો પેટે રૂ.૫૦ હજારમાં આપી હતી,જે ગીરો પેટે લીધેલ રૂ.૫૦ હજાર તા.૨૫/૦૫/૨૦૧૯ ના રોજ જશપાલસિંહે પંચો રૂબરૂ ગીરો રાખનારને આપી દીધા હતા, અને અસલ ગીરો ખત પણ જશપાલસિંહે પરત મેળવેલ હતું, પરંતુ ગીરો રાખનાર દ્વારા જમીનનો કબ્જો સોંપવામાં આવ્યો ન હતો, જેને લઈને જશપાલસિંહ સોલંકીએ બળવંતસિંહ અને જશવંતસિંહને અવાર નવાર જમીન આપી દેવા જણાવવા છતાં આ બંનેએ જમીન ઉપર ગેરકાયદે કબ્જો ચાલુ રાખ્યો હોવાની ફરિયાદ જશપાલસિંહ સોલંકીએ પોલીસ મથકે નોંધાવતા શહેરા પોલીસે બળવંતસિંહ ગણપતસિંહ સોલંકી અને જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી સામે જમીન પચાવી પડવા બાબતની વિવિધ કલમો મુજબ ગુન્હો નોંધાયો હતો. અને ડી. વાય.એસ.પી તેમજ સ્થાનિક પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર.નકુમ સહિતનો પોલીસ સ્ટાફ મામલતદાર કચેરીના સર્કલ સાથે સ્થળ ખાતે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મે ઉમેદવારી કરી હતી. હુ જીતવાનો હોવાથી મારી સામે આ ફરિયાદ થઈ છે. જેથી હું ચૂંટણીમાં પ્રચાર કરી શકું નહી. આ બાબતે પોલીસ સહિતના લાગતા વળગતા તંત્ર પર મને ભરોષો છે. આ સામે યોગ્ય તપાસ કરીને મને ન્યાય મળે એવી આશા હું રાખી રહયો છું – જે.બી.સોલંકી.જમીનનો કબજો નહી છોડનાર આ ફરિયાદનો આરોપી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *