રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
ભાજપનું કમળ ખીલશે કે પંજાના હાથે કચડાશે? આપનો સાવરણો સફાયો કરશે? કે એનસીપીનો સમય સારો આવશે?
કેશોદ નગરપાલિકા સ્વરાજ્યની ચુંટણીમાં ઉમેદવારોના નામ જાહેર તાની સાથે જ ભાજપના જ ઉમેદવારોમાં અસંતોષ ફેલાયો છે નવ વોર્ડમાંથી આઠ વોર્ડના બત્રીસ ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે અનેક ઉમેદવારોમાં નારાજગી વ્યાપી છે જ્યારે વોર્ડ નંબર નવમાં જયેશગીરી ગોસ્વામીનું ઉમેદવાર તરીકે નામ જાહેર થયાં બાદ તેના બદલે અન્ય ઉમેદવાર નક્કી કરવામાં આવતાં પાર્ટીના નિર્ણય સામે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે. એક બાજુ ૧૦ થી વધુ ઉમેદવારોને રીપીટ તો બીજી તરફ નવા કાર્યકરોને સીલેકટ કરી સક્રીય કાર્યકરોને અન્યાય થયો હોય તેવુ પણ મનાઈ રહયુ છે. બીજી તરફ નગરપાલીકા પ્રમુખની માંગણી મુજબ વોર્ડ નંબર એક તથા વોર્ડ નંબર પાંચમાં બે ઉમેદવારોને પસંદના કરતાં અસંતોષનો વંટોળ જોવા મળી રહ્યો છે જ્યારે બ્રહ્મ સમાજમાં પણ ઉમેદવારોમાં અસંતોષ સાથે ભાજપમાં અનેક ઉમેદવારોમાં અંદરખાને અસંતોષના કારણે ભાજપને નુકશાન શહન કરવુ પડે તો નવાઈ નહી સાથે સાથે ભાજપના ધારા સભ્ય પુર્વ ધારાસભ્યના બે ભાગલા તેમજ નવા સંગઠનની રચનામાં પણ અનેક સક્રીય કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહીછે નવા સંગઠનની રચનામાં પણ સક્રીય સભ્યોને બાકાત રાખી નવા ચહેરાઓને હોદા અપાયા હોવા બાબતે પણ કયાકને કયાક કાર્યકરોમાં અસંતોષ જોવા મળેછે ત્યારે આગામી નગર પાલિકાની ચુંટણીમાં નવા જુનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. પાર્ટીના અસંતુષ્ટ ઉમેદવારો અંદરખાને નુકશાની કરાવશે? અપક્ષમાં જંપલાવશે કે માથે ઉભીને કપાવશે? તે તો આવનારો સમય જ બતાવશે પણ હાલ અનેક ઉમેદવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગેસ આમ આદમી પાર્ટી એનસીપી સહીતના મેદાને ઉતરશે ત્યારે ભાજપનું કમળ ખીલશે કે પંજાના હાથે કચડાશે? આપનો સાવરણો સફાયો કરશે? કે એનસીપીનો સમય સારો આવશે? તે જોવાનુ રહ્યું.