રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા
શહેરા નગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. નગરપાલિકા વિસ્તારમાં આવેલ ૨ થી 6 વોર્ડમાં ભાજપ માંથી 15 અને અપક્ષમાંથી ૮ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ વિજય મૂહુર્તમાં ભર્યા હતા.
શહેરા નગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર થતા ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારોમાં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે નગરપાલિકાની ચૂંટણી કચેરી ખાતેથી ૧૪૪ જેટલા ઉમેદવારી ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. ચૂંટણી ફોર્મ ભરવાની તારીખ નજીક હોવાથી ૧ થી ૬ વોર્ડ ની 24 બેઠકો માટે ઉમેદવારો વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવવા માટે પોતાના ટેકેદારો સાથે કચેરી ખાતે આવ્યા હતા. જ્યારે વોર્ડ નંબર 2 થી 6 મા ભાજપ પક્ષમાંથી ૧૫ અને અપક્ષમાંથી 8 મળીને કુલ ૨૩ જેટલા ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ટેકેદારો સાથે આવીને ઉમેદવારી નોંધાવી હતી. વોર્ડ નંબર ૧ માં ગુરૂવારના રોજ એક પણ ઉમેદવારએ ઉમેદવારી નોંધાવી ન હતી. કોંગ્રેસ પક્ષ માંથી એક પણ ઉમેદવારી નોંધાઈ ના હતી.આ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી એક પણ ઉમેદવાર ફોર્મ નહી ભરીને ઉમેદવારી નોંધાવે નહી તેવી ચર્ચા રાજકીય પક્ષોમાં જોરશોર થઈ રહી છે. ત્યારે ભાજપ અને અપક્ષ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે કે શું ? પાલિકાની ચૂંટણી આ વખતની રસાકસી બની રહે તો નવાઈ નહી..
નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ કુલ 6 આવેલ છે . 24 બેઠકો માટેની ચુંટણીમાં ભાજપમાંથી 15 અને અપક્ષમાંથી 8 મળીને કુલ 23 એ ઉમેદવારી નોંધાઈ હતી.જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા એક પણ ફોર્મ ભરવામાં આવ્યુ નથી.. વોર્ડ 1- એક પણ નહી, વોર્ડ 2 -.ભાજપ ૪, વોર્ડ 3-. ભાજપ 4 /અપક્ષ ૩, વોર્ડ 4- અપક્ષ ૧, વોર્ડ-5 ભાજપ ૪ / અપક્ષ ૪, વોર્ડ 6 – ભાજપ ૩.