પંચમહાલ: શહેરા ખાતે EVM થી કેવી રીતે મતદાન કરવું તેનો ડેમો બતાવીને સમજ અપાઈ…

Latest Panchmahal shera
રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા

શહેરા નગરપાલિકાની ચૂંટણીને લઈને મતદારો યોગ્ય રીતે મત આપી શકે તે માટે ચૂૂંટણીની કામગીરીમાં રહેલ માસ્ટર ટ્રેનરો દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. શિવમ સોસાયટી સહિત અન્ય નગર વિસ્તારના મતદારોને EVM થી કેવી રીતે મતદાન કરવું તેનો ડેમો બતાવીને સમજ અપાઈ હતી.

આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ પંચમહાલ જિલ્લાના શહેરામાં જિલ્લા પંચાયત ,તાલુકા પંચાયતની સાથે નગરપાલિકા ચુંટણી પણ યોજાવાની છે. જેને લઈને શહેરા નગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારી કરવા માંગતા લોકો ઉમેદવારી ફોર્મ ભરવાની તૈયારીમાં લાગી ગયા છે. જ્યારે બીજી તરફ આ ચૂંટણીમાં નગરપાલિકા વિસ્તારના મતદારોમાં EVM મશીન અંગે જાગૃતિ આવે અને યોગ્ય રીતે મતદાન કરી શકે તે માટે નગરના શિવમ સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોમાં માસ્ટર ટ્રેનર સહિતની ટીમ દ્વારા EVM મશીનની સમજ મતદારોને આપવા આવી હતી. માસ્ટર ટ્રેનર દ્વારા જરૂરી માર્ગદર્શન સાથે ડેમો કરીને મતદારો સમજ અપાઈ હતી.મતદારોએ પણ ડેમો દ્વારા મતદાન કરીને માર્ગદર્શન મેળવ્યું હતું. પહેલી વખત જે મતાધિકારનો ઉપયોગ કરવાના હોય તે યુવાનોએ પણ તેનો લાભ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *