રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકા લેઉવા પટેલ સમાજના વરિષ્ઠ યુવા અગ્રણી અને ગીર-સોમનાથ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી ભરતભાઈ સોજીત્રા ના ધર્મપત્ની સ્વઃનીતાબેન ઉ.વ. 42 નું અકાળે અવસાન થતા તાલાલા તાલુકામા ખેડૂતોને સંગઠિત અને જાગૃત કરવા ભારતીય કિસાન સંઘમાં સ્વઃ નીતાબેને આપેલ યોગદાન બદલ સ્વર્ગસ્થ ખેડૂત પુત્રી સ્વઃનીતાબેનના સ્મરણાર્થે તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા આંકોલવાડી ગીર ગામે રક્તદાન કેમ્પ યોજાયો હતો.
ગીરના જંગલમાં આવેલ બાણેજ આશ્રમના પૂજ્ય પાત શ્રી હરિ દાસ બાપુ એ દીપ પ્રાગટ્ય કરી સુભારંભ કરાવેલ આ માનવ સેવા કાર્યમાં મહામૂલી માનવ જિંદગીની જીવન દાન આપવા તાલાલાના મહિલા પત્રકાર કાજલબેન ભટ્ટ સાથે 10 મહિલા સહિત 60 રક્તદાતાઓ ઉમળકાભેર રક્તદાન કર્યું હતું.
આ માનવ સેવા યજ્ઞને સફળતા અપાવનાર રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા ખોડલધામના ટ્રસ્ટી ગોપાલભાઈ રૂપાપરા, સરપંચ રમેશભાઈ હિરપરા, તાલાલા તાલુકા પંચાયતના સભ્ય ડો.ગોપાલભાઈ હડીયા, આર.એસ.એસ.તથા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી સર્વ કમલેશભાઈ દેવળીયા, અરજણભાઇ સારણીયા, ભાજપ અગ્રણી ભરતભાઈ વાળા તથા તાલાલા પંથકના પત્રકારો તથા અંકલેશ્વર થી પધારેલ ઉદ્યોગપતિ સર્વ મુકેશભાઈ ઠુંમર તથા મહેશભાઈ વેકરીયા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.
તાલાલા પંથક કિસાન સંઘના ગૌરવરૂપ સેવાયજ્ઞ ને સફળતા અપાવવા તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ પ્રવીણભાઈ છોડવડીયાની રાહબરી હેઠળ કિસાન સંઘના અગ્રણીઓ અને યુવાનોએ જબરી જહેમત ઉઠાવી હતી. આ સેવાયજ્ઞમાં જીવન પ્રકાશ ફાઉન્ડેશન બ્લડ બેન્ક જૂનાગઢના સ્ટાફ પરિવારે સેવાઓ આપી હતી. અંતમાં સોજીત્રા પરિવાર વતી ભરતભાઈ સોજીત્રાએ રક્તદાતાઓને સહીત સર્વોને આભાર વ્યક્ત કરી માનવસેવા યજ્ઞની પૂર્ણાહુતિ કરી હતી.