રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઇ તરફથી સંખેડા તરફ કપાસની ગાંસડીઓ ભરી જતી ગાડી ઓવરલોડ ભરેલ હોય બોરીયાદ અને કરનેટ રોડ પરથી પસાર થતાં રોડ પર આવેલ એમ.જી.વી.સી.એલના ખુલ્લા તારને અડી જતા કપાસની ગાંસડીમાં આગ લાગી જવા પામી હતી. જ્યારે આગ ભયંકર રૂપ ધારણ કરતાં ડભોઈ કરનેટનો વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. જ્યારે આકસ્માત બનવાથી ડ્રાઇવરની બેદરકારીની સાથે ઠેર ઠેર નમી પડેલા વાયરોને લઇ એમ.જી.વી.સી.એલની બેદરકારીની પણ ચર્ચાનો વિષય બન્યો છે. સાથે આવાવાહન ચાલકો દ્વારા વધુ ભાડું મળેની લાલસામાં ઓવરલોડ ગાડી ભરી અને શોર્ટ કટ અપનાવી ઓછા સમયમાં પહોંચવા હેતુ આવી દુર્ઘટનાઓને નોતરુ આપતા આ વાહનચાલકો સામે પોલીસ સ્ટાફ પણ લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે. આ બનાવની જાણ થતા ડભોઇ નગરપાલિકાના અગ્નિશામક દળના બે ફાયર ફાઈટર આગને કાબુમાં કરવા અને વધારે માલ હાની અને જાન હાનિ ન થાય તે માટે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.