નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રોની નોંધણી..

Latest Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા

નર્મદા જિલ્લા પંચાયતની ખોપી બેઠક માટે ૧, નાંદોદ તાલુકા પંચાયતની બેઠકો માટે ૪ અને સાગબારા તાલુકા પંચાયતની બેઠકો માટે ૩ ઉમેદવારી નોંધાઈ, રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે આજે ૧૪ ઉમેદવારી નોંધાઈ..

આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાના આજે ત્રીજા દિવસે તા.૧૦ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ને બુધવારના રોજ નર્મદા જિલ્લા પંચાયતની ખોપી બેઠક માટે ૧ ઉમેદવારી નોંધાઈ છે, જ્યારે નાંદોદ તાલુકા પંચાયતની ભદામ, પોઇચા, શહેરાવ અને વાઘેથા સહિતની બેઠકો માટે કુલ-૪ તેમજ સાગબારા તાલુકા પંચાયતની દેવસાકી, ખોપી અને ઉભારીયા સહિતની બેઠકો માટે કુલ-૩ ઉમેદવારી નોંધાઇ છે. તેમજ રાજપીપલા નગરપાલિકાના વિવિધ વોર્ડની બેઠકો માટે કુલ-૧૪ ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવી છે. ગઇકાલની જિલ્લા પંચાયતની બેઠક માટેની નોંધાયેલી ૧ ઉમેદવારી સહિત આજની સ્થિતિએ જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ-૦૨ ઉમેદવારી નોંધાઇ છે. જ્યારે ગઇકાલની તાલુકા પંચાયતની બેઠક માટે નોંધાયેલી ૧ ઉમેદવારી સહિત આજની સ્થિતિએ કુલ -૦૮ ઉમેદવારી નોંધાઇ છે. જ્યારે રાજપીપલા નગરપાલિકાની બેઠકો માટે ગઇકાલ સુધીમાં નોંધાયેલી ૧૪ ઉમેદવારી સહિત આજની સ્થિતિએ નગરપાલિકા માટે કુલ-૨૮ ઉમેદવારી નોંધાઈ હોવાના અહેવાલ નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી પ્રાપ્ત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *