જૂનાગઢ: માંગરોળના કામનાથ રોડ પર વડલાઓમાં લાગી આગ,નગરપાલિકાના ફાયર ફાયટરે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો.

Junagadh Latest
રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ

માંગરોળ થી 3 કી.મી દુર કામનાથ રોડ વર્ષો જુના મહાકાય પાંચ જેટલાં વડલાઓના ઝાડમાં આગ લાગતા પર્યાવરણ પ્રેમી દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશનના નરેશબાપુ ગૌસ્વામી ને જાણ કરતાં તાત્કાલીક નગરપાલિકાના ફાયર ફાયટરને સ્થળ ઉપર બોલાવી લગભગ દોઢ બે કલાકની મહેનત બાદ આગ કાબુમાં લેવામાં આવી. કેશોદ રોડ તેમજ કામનાથ રોડ અવાર- નવાર પેશકદમીના આશયથી આગના બનાવોને શંકાને લઇ અગાવ દ્વારા કેશોદ આર.એમ.ડી.વિભાગના ભાસ્કરને તેમજ મામલતદાર માંગરોળને અગાઉ મૌખીક તેમજ લેખીત અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ નકકર પગલાં ન લેવાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. આવા કૃત્ય પેશકદમીના આશયથી કરવામાં આવતા હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી માંગરોળ માળીયાને જોડતો રોડની સાત કી.મી.સુધી ઉકરડા તેમજ કચરાના ઢગલાંને લીધે અકસ્માત થવાની પણ પુરી ભીતી હોય તંત્રએ તાત્કાલીક પગલાં લેવા લોક માંગણી ઉઠી છે આગ કાબુમાં લેવા માટે ફાયર ફાયટરના હુસેનભાઇ કન્ના તેમજ માનવ ચુડાસમાનો સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *