રાજપીપળા કેવડીયા રોડ પર માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત આરોગ્ય કેમ્પનું આયોજન..

Latest Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા

માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન નર્મદા જિલ્લામાં જિલ્લા એન.સી.ડી સેલ,જનરલ હોસ્પિટલ રાજપીપળા, આર.ટી.ઓ કચેરી,રાજપીપળા તેમજ પોલીસ વિભાગના સહયોગથી રાજપીપળા કેવડીયા માર્ગ પર એક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડ્રાઇવર,ક્લીનર તેમજ આમ જનતાએ મોટી સંખ્યામાં લાભ લીધો હોય તમામ લાભ લેનાર લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય કેમ્પનું આયોજન વી.ડી.આસલ,એ.આર.ટી.ઓ ટ્રાફિક પી.એસ.આઇ કે.એલ.ગલચર તેમજ કેતનભાઈ માછી,ડી.પી.સી,જિલ્લા એન.સી.ડી સેલ,જનરલ હોસ્પિટલ રાજપીપળા દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *