પંચમહાલ: શહેરા નગર ખાતે બાયપાસ રોડની નજીકમાં માલિકીની જમીનમાં મંજૂરી વગર માટી ઠાલવતા વાહનોને ડિટેન કરાયા.

Latest Panchmahal shera
રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા

શહેરા નગરમાંથી પસાર થતા નાડા બાયપાસ રોડની નજીકમાં માલિકીની જમીનમાં ખાણ ખનીજ વિભાગની મંજૂરી વગર હાઈવા ડમ્પરમાં માટી ભરીને નાખવામાં આવી રહી હતી. મામલતદારે સ્થળ ખાતે પહોંચી જઇને જરૂરી કાર્યવાહી હાથધરીને જે.સી.બી.અને હાઈવા ડમ્પરને ડિટેન કરી મામલતદાર કચેરી ખાતે લઇ જવામાં આવ્યા હતા.

શહેરા નગરમાં અણીયાદ ચોકડી વિસ્તારમાં નાડા બાયપાસ રોડને અડીને હાઈવા ડમ્પરની અંદર કોઈ જગ્યા એથી માટી ભરીને જમીન સમથળ કરવામાં આવી રહી હોવાની માહિતી મામલતદાર મેહુલ ભરવાડને ખાનગી રાહે મળી હતી. મામલતદારે રોડને અડીને આવેલી જગ્યા કે જયાં માટી નાખવામાં આવી રહી હતી, ત્યાં પહોંચી તપાસ હાથ ધરતા સ્થળ ખાતે થી હાઈવા ડમ્પર માટીથી ભરેલ મળી આવ્યુ હતું સાથે જે.સી.બી મશીન પણ મળી આવ્યું હતું. આથી મામલતદાર દ્વારા સ્થળ ખાતે ખનીજ વિભાગના નિયમોનું પાલન થઈ રહયુ ના હોવાથી જરૂરી કાર્યવાહી હાથધરીને માટી ભરેલ હાઈવા ડમ્પર અને જે.સી.બીને મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવેલ હતું. આ જે.સી.બી મશીન અને હાઈવા ડમ્પર મહેન્દ્ર ડાભીનું હોવાનુ ડ્રાઇવર પાસેથી જાણવા મળ્યું હતુ. મામલતદાર મેહુલ ભરવાડની કડક કાર્યવાહીના પગલે ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. નોંધનીય છે કે અત્યારના સમયમાં તાલુકાની અંદર મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રેતી અને સફેદ પથ્થરનું ખનન જોવા મળી રહ્યું છે જેમાં કેટલાક અધિકારીઓ ને તેનો વાજીબ ( યોગ્ય ) ભાવ મળી રહેતો હોવાનું ચર્ચામાં છે ત્યારે શહેરા મામલતદારે જે હિંમત બતાવી છે તે શું અન્ય અધિકારી બતાવી શકશે કે પછી ” દલા તરવાડીની વાડી ” જેવું ચાલશે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *