કાલોલ તાલુકા મથકે ગુંજતું ગામ એટલે હનુમાન મંદિર થી જાણીતું સણસોલી જયાં નાં દેવલબા જયદીપસિંહ રાઠોડે M. FTec ની પદવી હાંસલ કરી આણંદ કૃષિ યુનિવર્સીટીના પદવી સમારોહમાં આણંદ કૃષિ યુનિવર્સીટી ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે એવોર્ડ અને પ્રશસ્તિપત્ર સાથે સન્માન કરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ નિમિતે કાલોલનાં એક સમયના અંતરિયાળ ગામમાંથી દેવલબાના પિતા જયદીપસિંહ ભગવાન સિંહ અને તેમની માતાને મહામંત્રી કિરણસિંહ સોલંકી, પ્રવિણસિંહ સોલંકી, મુકેશ સોલંકી ,કવિ વિજય વણકર સહીત સમગ્ર ગ્રામજનો અને તાલુકા મથકનાં ગ્રામ્ય વિસ્તારના લોકોએ દેવલબાને અભિનઁદન પાઠવ્યા હતા. તેઓએ 71.03 % ગુણ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.