રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત છેલ્લા દોઢેક વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ હરિકૃષ્ણ પટેલ પોલીસ મહાનિરીક્ષક તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સાથે હાલમાં ડી.જી.પી . ગુ.રા ગાંધીનગર તરફથી પણ વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરી જે ડ્રાઈવ દરમિયાન નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જિલ્લાના તમામ પોલીસ બેડાના અધિકારીઓને જરૂરી સુચના અને આદેશ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યા હતા.
જે આધારે ડી.બી.વાળા પો. ઇન્સ્પેક્ટર એલ.સી.બી તથા .એમ.એમ રાઠોડ પો. સ. ઇન્સ્પેક્ટર.એલ.સી.બી. નાઓએ તાબા હેઠળના સ્ટાફને માર્ગદર્શન આપી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચનો આપેલ હતા જે આધારે એલ.સી.બી સ્ટાફના અ.હે.કો સિધ્ધરાજસિંહ સતુભા ને ચોક્કસ હકીકત બાતમી મળેલ કે ડભોઇ પો.સ્ટે પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ના કામનો નાસતો ફરતો આરોપી વીપીન ભાઈ રાયસીંગભાઈ રાઠવા રહે.કાકણપુર તેના મિત્ર સાથે બસમાં બેસી ડભોઇ ઢાલનગર વસાહતમાં જવાના રસ્તે આવનાર હોવાથી હકીકત માલુમ પડતા એલ.સી.બી ટીમ દ્વારા વોચ ગોઠવી આરોપી બસમાંથી ડભોઇ ઢાલનગર વસાહતમાં જવાના માર્ગે ઉતરતા ઉપરોક્ત ફરાર થયેલા આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે ડભોઈ પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવ્યો હતો.