રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ડભોઈ ખાતે પ્રદેશ સંગઠન મંત્રી પ્રો.અર્જુન રાઠવાના હસ્તે આમ આદમી પાર્ટીના કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. સદર કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આમ આદમી પાર્ટી ડભોઈ તાલુકાના પ્રમુખ અરવિંદભાઈ વસાવા, ડભોઈ શહેરના પ્રમુખ બાલક્રષ્ણ પટેલ તેમજ અલગ અલગ જવાબદારી સંભાળતા આગેવાનો ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. સાથે,ડભોઈ શહેર અને તાલુકામાંથી પાલીકા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતના ઉમેદવારો પણ ઉપસ્થિત રહયા હતા. તેમના પ્રવચનમા પ્રો.અર્જુન રાઠવાએ દીલ્હી આમ આદમી પાર્ટીના શિક્ષણ, આરોગ્ય, પાણી, સસ્તી વીજળી, વિવિઘ સરકારી સેવાઓની હોમ ડીલીવરી વગેરેના કામોની વિગતો આપી હતી અને પ્રશ્ન કર્યો હતો કે દીલ્હી સરકાર જે કામ કરી શકે છે તો ગુજરાત સરકાર આ કામો કેમ કરી શક્તી નથી. સ્થાનિક સ્વરાજની ચુટણીઓમાં લોકો આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ટેકો આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં પ્રજાના કામો પૂરતા પ્રમાણમાં થતાં નથી અને પ્રજાને પ્રાથમિક જરૂરિયાત જેવી કે સફાઇ, પાણી અને ગટરની સમસ્યા વારંવાર ઉદ્દભવતી હોય છે અને જે પ્રાથમિક જરૂરિયાત છે. તે પણ ગુજરાત સરકાર યોગ્ય રીતે કરી શકતી નથી માટે આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રજાનો પુર આક્રોશ જોવા મળી રહ્યો છે અને તે આક્રોશ પૂર્ણ કરવા માટે આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પણ જંગ જીતી પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આજના આ કાર્યક્રમમા આમ આદમી પાર્ટી બોડેલીના સંગઠન મંત્રી અમજદભાઈ ખત્રી તેમજ છોટાઉદેપુરના કાર્યકર્તા સમીરભાઈ ઝુઝારા ઉપસ્થિત રહ્યા હતા.