રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ચૂંટણી પંચે આવનારી ચૂંટણીઓ નગરપાલિકા ,તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં શાંતિથી ચૂંટણી પૂર્ણ થાય જેને લઇ ચૂંટણીમાં કામગીરી કરનાર અધિકારીઓની ડભોઇ કોમર્સ અને સાયન્સ કોલેજ ખાતે તાલીમ શિબિર યોજવામાં આવી જેમાં ડભોઇ એસબીઆઈ બેંકના કર્મચારીઓ ને પણ તાલીમ માટે બોલાવવામાં આવ્યા હતા જેથી ડભોઇ એસબીઆઇ બેંકને બંધ રાખવાની ફરજ પડતા બેંકના ખાતા ગ્રાહકોને બેંક બંધ છે એવી જાહેરાત અગાઉથી બેંક દ્વારા કરવામાં ન આવતા બેંકમાં લેવડદેવડનો વ્યવહાર ખોરવાયો હતો. બેંકમાં પેન્શનરો તેમજ અન્ય ગ્રાહકો બેંક બંધ હોવાથી વિમાસણમાં પડ્યા હતા. સાથે સીનીયર સિટીઝન અને વયોવૃદ્ધ લોકોને પણ બેંકના બેજવાબદાર અધિકારીઓના ભોગે ધરમ ધક્કા ખાવા પડ્યા હતા. જ્યારે ડભોઇ એસ.ટી ડેપોની સિલક દરરોજ એસબીઆઇ બેન્કમાં જમા કરાવતાં હોય છે તેમને પણ આજે બેંકની બહાર લટકાવેલું બોર્ડ – તાળુ જોવાતા એસટી ડેપોના કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મૂકાયા હતાં. આ બધી તકલીફો વેઠતા બેંક ખાતા ધારકોએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. પૈસા ઉપાડવા આવનાર ખાતાધારકોમાં કેટલાકને દવાખાનાની સારવારમાં જરૂરીયાત તેમજ લોનના હપ્તા ભરવાની તારીખ નજીક હોવાથી પૈસાની લેવડદેવડમાં તકલીફમાં મુકાયા હતા.