શહેરા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો કોંગ્રેસ છોડી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવશેની ચર્ચાએ જોર પકડ્યું.

Latest shera
રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકાના ૬ વોર્ડની અંદર સમાવિષ્ટ થતી કુલ ૨૪ બેઠકોની ચુંટણી આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે, ત્યારે શહેરા નગરમાં એવી ચર્ચાએ જોર પડકયું છે કે શહેરા નગરપાલિકાની ૬ વોર્ડની ૨૪ બેઠકોની ચૂંટણી માટે કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકરો કોંગ્રેસના મેન્ડેટ પરથી નહીં પરંતુ અપક્ષમાંથી ઉમેદવારી કરશે તેવી ચર્ચાઓએ જોર પડકયું છે. જેને લઈને કોંગ્રેસ પક્ષમાં મોટી દ્વિધા ઉત્પન્ન થઈ છે ત્યારે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટીએ પોતાની ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરા નગરપાલિકાની ૨૪ બેઠકોની ચુંટણી માટે કોંગ્રેસમાંથી ૨૪ જેટલા દાવેદારોએ પોતાની ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી છે અને પેનલની વિગતો પ્રદેશ કોર કમિટીને મોકલી આપવામાં આવી છે જે બાબતે શહેરા નગરપાલિકાની ચુંટણી માટે કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારોને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવી કે અપક્ષમાંથી ઉમેદવારી કરવી તે કોર કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યારે જોવુ રસપ્રદ થઈ પડશે કે શું કોંગ્રેસ પોતાના બેનર પર ચૂંટણી લડશે કે પછી અપક્ષ ! તે તો કોંગ્રેસની બેઠક બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. નોંધનીય છે કે ગત ટર્મમાં એટલે કે વર્ષ ૨૦૧૬ માં ૬ વોર્ડની ૨૪ બેઠાકોમાંથી ૨૦ બેઠકો પર ભાજપે હાંસલ કરી પોતાનું આધિપત્ય કાયમ રાખ્યું હતું અને ૪ બેઠકો પર કોંગ્રેસ વિજેતા થઈ હતી જોકે સમય જતા કોંગ્રેસના ૪-પૈકીના ૨ સભ્યોએ ભાજપનું શરણું લેતા વર્તમાન સમયે ફક્ત બે જ સભ્યો કોંગ્રેસના છે, હવે જોવું રહ્યું કે શું આ વખતે કોંગ્રેસ પોતાના બેનર હેઠળ અથવા તો પછી અપક્ષની રીતે તેઓના આંકડાઓમાં કોઈ ફેરફાર કરે છે કે કેમ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *