રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
કેશોદના અગતરાય ગામમાં પ્રદુષણ અટકાવવા ડેરી માલિકની અનોખી પહેલ… ” સાથે હશે વાસણ ત્યારે જ આપશે દૂધ “
આજના યુગમાં ઘણા લોકો પ્લાસ્ટિક નો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યાં છે જેનાથી થી મૂંગા પશુઓ તેમજ પર્યાવરણને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. જેમાં ઘણા ધંધાર્થીઓમાં જાગૃતતા આવી છે. જેમાં વાત કરીએ કેશોદ તાલુકાના અગતરાય ગામની તો અહીંયા કાર્યરત દૂધની ડેરીમાં એક સમયે રોજ 3 કિલો પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ દૂધ ભરવા માટે થતો હતો.પરંતુ હવે આ ડેરી પર જે લોકો વાસણ લઈને આવે તેમને જ દૂધનું વેંચાણ કરવામાં આવે છે.આ અંગે સંચાલક ગિરીશભાઈ જેઠુરભાઈ કુવાડિયા અને દિવ્યેશભાઈ ગોવિંદભાઇ કુવાડિયાએ જણાવ્યું હતું કે અગતરાય ગામના લોકોમાં પણ હવે જાગૃતતા આવી છે અને સ્વચ્છ ભારત અભિયાનને વેગ મળી રહ્યોં છે.આ ઉપરાંત આ ગામમાં રોજ 1200 લીટર દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે અને લીટર દીઢ રૂ.45 થી 60 ભાવ મળી રહે છે.જે ઉપરાંત જરૂરિયાત મુજબ પશુપાલકોને આર્થિક મદદ પણ કરવામાં આવે છે. જેમાં હાલની પરિસ્થિતિ ને જોતા તંત્ર દ્રારા પ્લાસ્ટિકના વેંચાણને લઈ ચેકીંગ કરાઈ છે અને દંડ ફટકારવામાં આવે છે.જો કે બાદમાં ઘણા લોકો દ્વારા પ્રતિબંધિત પલાસ્ટિકનું વેંચાણ શરૂ કરી દેવામાં આવે છે.જેથી દુકાનદારો,ગ્રાહકો સ્વૈચ્છીક જાગૃતતા લાવે તો જ આ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવી શકાય.જેમાં અગતરાય ગામના લોકોના જણાવ્યા મુજબ અગતરાય ગામમાં છેલ્લા ૧૧ વર્ષથી ચાલતી ડેરીમાં પાંચ વર્ષથી ગામના દરેક લોકો પોતાના ઘરેથી જ વાસણ લઈ દૂધ લેવા માટે આવે છે અને એક તરફ ગાય ભેંસ ધરાવતા ખેડૂતો તેઓના પશુપાલકોનું દૂધ લઈ ડેરીએ આવે છે એ જ દૂધ ડેરી માલિક ગામલોકોને જે રીતે જોઈતું હોય જેમકે એક લીટર બે લીટર એ રીતના ત્યાં ને ત્યાં જ આપવામાં આવે છે માટે અગતરાય ગામમાં ચાલતી ડેરીમાં કોઈપણ જાતનું ભેળસેળ કરવામાં આવતું નથી જેમાં દૂધ ખરીદનાર આવતા ગ્રાહકો પણ જણાવી રહ્યા છે અને ભાવ પણ તદ્દન ઓછા પ્રમાણમાં લેવામાં આવે છે ત્યારે આ નાના એવા અગતરાય ગામમાં વાસણ સાથે દૂધ લેવા લોકોની લાંબી કટારો લાગી જાય છે જેમાં ઘણા લોકોને આવા નાના એવા ગામમાંથી શીખ લેવા જેવી છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ તો ઘણા મૂંગા પશુઓના જીવ પણ બચી શકે છે. ડેરી માલિકના જણાવ્યા પ્રમાણે તેમની ડેરીએ પાંચ વર્ષથી પ્લાસ્ટિક પ્રતિબંધ છે છતાં વધુ આવક મેળવી રહ્યાનું પણ જણાવ્યું હતું