રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા
પ્રાંતિજ પોલીસને પ્રાંતિજમાં વિદેશી દારૂનુ વેચાણ દેખાતુ નથી.
ખાલી બોટલો ઉપરથી કહી શકાય કે પ્રાંતિજમા દારૂના શોખીનો અને દારૂ વેચાય છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર અને પ્રાંતિજ ભાખરીયા પોલીસ ચોકીથી થોડેક દુર આવેલ કોમ્પલેક્ષ ની મુતરડીમાં વિદેશી દારૂની બોટલો જોવા મળી હતી અને અહી બધીજ બ્રાન્ડની નાની મોટી અને સસ્તી થી મોંધી બોટલો જોવા મળી હતી ત્યારે એટલું તો ચોક્કસ છે કે ગાંધીના ગુજરાતમાં અને એ પણ પ્રાંતિજ પોલીસની છત્ર છાયામાં પ્રાંતિજમાં વિદેશી દારૂનું કેટલુ ધુમ વેચાણ અને કેટલો પીવાતો હશે એ તો માત્ર આ ખાલી બોટલના શોરૂમ ઉપર થી જોઇ શકાય છે અને પ્રાંતિજ પોલીસની કામગીરી ઉપર પણ આ ખાલી વિવિધ બ્રાન્ડની બોટલોને લઈને સવાલો ઉઠયાં છે. ત્યારે પ્રાંતિજમાં આવી કેટલીય જાહેર જગ્યાઓ ઉપર નાના મોટા શો રૂમ છે અને તેની ઉપરથી અંદાજ પણ લગાવી શકાય કે પ્રાંતિજ પોલીસની છત્ર છાયા નીચે કેટલો વિદેશી દારૂ વેચાતો હશે ત્યારે અહી તો એક નહી બે નહી પણ ૧૦૦ થી પણ વધારે ખાલી બોટલો વિવિધ બ્રાન્ડની બોટલો જોવા મળી રહી છે ત્યારે હવે જોવું રહ્યું કે આ દારૂની ખાલી બોટલોના શોરૂમની હજુ પ્રગતિ થશે કે આ અહેવાલ બાદ ખાલી બોટલોનો શોરૂમ પ્રગતિ ઉપર પોલીસની બ્રેક લાગશે કે પછી આ મુતરડીનું નામ કરણ કરવામાં આવશે કે વિદેશ દારૂની ખાલી બોટલનો શોરૂમ નામ આપવામાં આવશે એતો હવે જોવું રહ્યું ત્યારે એટલું તો નકકી છે કે પ્રાંતિજ પોલીસની ગમે તેટલી ચાંપતી નજર નીચે દારૂના શોખીનો પોતાનો શોખ પુરો કરે છે બોટલો દારૂની છે તો દારૂનું વેચાણ સાથે પીવાઇ રહ્યો છે ત્યારે પ્રાંતિજ પોલીસ માટે આ ખાલી બોટલોનો શો રૂમ શરમસાર ધટના કહીએ તો નવાઇ નહી.