રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ પંથકમાં લૂંટનો બનાવ બન્યો હતો જે મામલે ચાર આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હોય જે મહિલા સહિતના ચાર આરોપીએ આગોતરા જામીન અરજી કરી હોય જેને કોર્ટે મંજુર કરી છે. હળવદ પોલીસ સ્ટેશન હદમાં લૂંટનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદી વિશાલભાઈ પ્રવીણભાઈ એરવાડિયાએ ફરિયાદ નોંધાવી હતી કે ચરાડવા ગામના સુરેશભાઈ હરિભાઈ પઢાંરીયા, બીનાબેન સુરેશભાઈ પઢાંરીયા, દીપકભાઈ હરિભાઈ પઢાંરીયા અને બીપીનભાઈ હરિભાઈ પઢાંરીયાએ તેના ઘરે ફરિયાદીને બોલાવી ગાળો આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ખિસ્સામાંથી મોબાઈલ કાઢી લૂંટ કરી હોય જે બનાવ મામલે આરોપીઓએ મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેને કોર્ટે મંજુર કરી છે.