ગીર સોમનાથ જિલ્લાનાં નગરપાલિકા વિસ્તારની આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરાઈ..

Gir - Somnath Latest
રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ

ગીર-સોમનાથ જિલ્લામાં આવેલ ૫ નગરપાલિકાઓના ૩૩ વોર્ડની ચૂંટણી જાહેર થતા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકાના વોર્ડ ૧૧ છે. જેના મતદાન મથક ૧૩૦ છે. પુરુષ ૭૧૨૪૨ અને સ્રી ૬૮૮૫૦ એમ મળી કુલ ૧૪૦૦૯૩ મતદારો નોંધાયેલા છે. ઉના નગરપાલીકાના વોર્ડ ૯ છે. જેના મતદાન મથક ૪૫ છે. પુરુષ ૨૩૫૪૦ અને સ્રી ૨૨૨૪૮ એમ મળી કુલ ૪૫૭૮૮ મતદારો નોંધાયેલા છે. તાલાળા નગરપાલીકાના વોર્ડ ૬ છે. જેના મતદાન મથક ૧૮ છે. પુરુષ ૯૨૪૩ અને સ્રી ૮૬૮૫ એમ મળી કુલ ૧૭૯૨૮ મતદારો નોંધાયેલા છે. સુત્રાપાડ નગરપાલીકાના વોર્ડ ૬ છે. જેના મતદાન મથક ૧૮ છે. પુરુષ ૯૦૪૫ અને સ્રી ૮૮૫૬ એમ મળી કુલ ૧૭૯૦૧ મતદારો નોંધાયેલા છે. કોડીનાર નગરપાલીકાના ૧ વોર્ડની ચૂંટણીમાં ૫ મતદાન મથક ૧૩૦ છે. જેમા પુરુષ ૨૦૮૭ અને સ્રી ૧૯૬૦ એમ મળી કુલ ૪૦૪૭ મતદારો નોંધાયેલા છે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *