રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ તાલુકાના કેવદ્રા ગામની પે.સેન્ટર પ્રાથમિક શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા શાળાને સુશોભિત કરવામાં આવી છે. શાળામાં રીનોવેશન ડિઝાઇન અલગ અલગ વૃક્ષો અને રંગબેરંગી ફૂલોના છોડ રોપવામાં આવ્યા છે. જેથી શાળાનું વાતાવરણ બાળકો માટે પ્રફુલ્લિત બની શકે છેલ્લા દસ મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ છે તે સમયગાળામાં શાળાની સ્વચ્છતા અને સુંદરતા શાળાના શિક્ષકગણ એ જાળવી રાખી છે. કોરોના રૂપી અંધકાર હવે ધીમે ધીમે દૂર થતો જાય છે રાજ્ય સરકારે ધોરણ ૯ થી ૧૨ ના વર્ગો શરૂ કરવા મંજૂરી આપી છે અને હવે આવનારા ટૂંક સમયમાં પ્રાથમિક શિક્ષણને ચાલુ કરવા મંજૂરી આપે તેવા સંકેતોને લઇ કેવદ્રા પે.સેન્ટર શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શાળાના શિક્ષકો જણાવ્યા પ્રમાણે શિક્ષકો દ્વારા શાળાને સુંદર વાતાવરણ ઊભુ કરાયું છે જો કે લોકડાઉન અને કોરોના બાદ સ્કૂલો ખુલ્લી છે ત્યારે બાળકોને એવું નહીં લાગે કે અમે લાંબા સમય પછી સ્કૂલે આવ્યા છે બાળકોના સારા શિક્ષણ માટે શાળાનું વાતાવરણ સુંદર અને આનંદદાયી હોવુ જરૂરી છે.ત્યારે આ તમામ શ્રેય કેવદ્રા પ્રાથમિક શાળા ના તમામ શિક્ષક ગણોને જાય છે કરણ કે તમામ બાળકોને આકર્ષિત કરવા માટે શાળાને સ્વસ્થ અને સુશોભિત કરવામાં આવી હતી.