રાજપીપળા જૈન સમાજ દ્વારા સુમતિનાથ જિનાલયની ૧૧મી સાલગીરીની ધામધૂમથી ઉજવણી કરાઈ..

Latest Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા

રાજપીપળા શહેરમાં જૈન સમાજ દ્વારા સુમતિનાથ જિનાલયની 11મી સાલગીરીની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાધ્વીજી મહારાજ મયુરકલાશ્રીજી આદિ ઠાણાની નિશ્રા પ્રાપ્ત થઈ હતી.જયારે વડોદરાના સંગીતકાર અમિતભાઈએ સત્તરભેદી પૂજા ભણાવીને ભક્તાજનોને ડોલતાં કરી દીધા હતાં.દાદાની ધ્વજારોહણનો લાભ પારસમલજી ભોમરાજ જૈન પરિવારજનોએ લીધો હતો. આ પ્રસંગે ગભારામાં બિરાજમાન શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ દાદાની ચાંદીથી મઢેલી,આંગી તથા મુગટ ચઢાવવાનો લાભ અમદાવાદ નિવાસી ભરતભાઈ ગાલાએ લીધો હતો.જયારે મૂળનાયક સુમતિનાથના શિરછત્ર ચઢાવવાનો લાભ વડોદરા નિવાસી વૈશાલીબેન મિલનકુમાર શાહે લીધો હતો. તેમજ ગભારામાં બિરાજમાન આદિશ્વરદાદા તથા વાસુપૂજ્ય સ્વામી બંને ભગવાનના શિરછત્ર તથા ગળાના હાર ચઢાવવાનો લાભ મીનાબેન અજયકુમાર શાહે લીધો હતો. આ સિવાય દેરાસર પરિસરમાં વિરાજમાન દેવી ધજા ચઢાવવા પણ બોલાયા હતા,સત્તરભેદી પૂજા તથા જમણવારમાં સરખે હિસ્સે ૧૭ જેટલા ભાગ્યશાળીઓએ લાભ લીધો હતો. બહારગામથી પધારેલા તથા આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમણે પણ ફાળો આપ્યો છે, તેઓનો આ તબક્કે જૈન સમાજ ના પ્રમુખ હનુમાનભાઈ એ આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *