બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
આર.એસ.એસના વડા મોહન ભાગવત અને ભૈયાજી જોશી નર્મદા જિલ્લાના કેવડિયાના મહેમાન બન્યા હતા તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આરોગ્ય વન ખલવાણી સહિતના વિવિધ પ્રોજેક્ટોની મુલાકાત લીધી હતી સ્ટેચ્યુની મુલાકત લીધા બાદ તેમણે વિઝીટ બુકમાં લખ્યું
હતું કે ભારત માતાના શ્રેષ્ઠ સ્વંયમ સમર્પિત વ્યક્તિવના પ્રેરક દર્શનથી ભારતની આવનારી ભવિષ્યની પેઢીના માટે શ્રદ્ધાની સાથે ભારત માતાના પ્રતિ ભક્તિ એવમ કર્તવ્યનો સંદેશ પ્રધાન કરવા વાળું સ્થાન છે. આવતી આજ થી 3 દિવસ નર્મદા જિલ્લાની કેવડિયા ખાતેની ટેન્ટસિટી ખાતે આર.એસ.એસની શિબિરમાં હાજરી આપવા માટે આવ્યા છે જોકે આર.એસ.એસ વડા મોહન ભાગવતની સાથે ભૈયાજી જોશી અને નર્મદા આર.એસ.એસના આગેવાન રવિ દેશમુખ પણ હાજર રહ્યા હતા.