ગોધરા શહેરના લઘુમતી વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગનું કામ છેલ્લા બે માસ કરતા વધુ સમય થી અટકતા સ્થાનિકોમાં રોષ..

Godhra Latest

ગોધરા શહેરના લઘુમતી વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગનું કામ છેલ્લા બે માસ કરતા વધુ સમય થી ટલ્લે ચઢતા સ્થાનિકોમાં સંબંધિત કચેરી સામે  છૂપો રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે પસાર થતા વાહનચાલકો માટે આ રસ્તો કમરતોડ સાબિત થઈ રહયો છે.

ગોધરા શહેરના લઘુમતી વિસ્તારમાં આવેલા કાલાભાઈ પેટ્રોલપંપ થી સાતપુલ વિસ્તારનો મુખ્ય માર્ગ છેલ્લા બે માસ કરતા વધુ સમય થી ટલ્લે ચઢતા સ્થાનિકોમાં સબંધિત કચેરી સામે છૂપો રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે હાલમાં આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓમાં આ વિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો એ આ મામલે વહેલી તકે સ્થાનિકોના પ્રાથમિક સગવડો રૂપ વિસ્તારના મુખ્ય માર્ગની કામગીરી સત્વરે પૂર્ણ કરવા માટે કમર કસવી જોઈએ તેવી પણ લાગણી સ્થાનિકોમાં જોવા મળી રહી છે. ત્યારે બીજી બાજુ સબંધિત કચેરીના અધિકારીઓ દ્વારા આ વિસ્તારના મુખ્ય માર્ગની કામગીરી હાથ ધરી વહેલી તકે આ માર્ગ બનાવવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. હાલ તો અહીથી પસાર થતા વાહનચાલકો માટે આ રસ્તો માથાના દુખાવા સમાન બની ગયો છે. આ રસ્તાની મરામત કરવા માટે અનેક રજૂઆતો જાગૃત શહેરીજનો દ્વારા કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *