રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
સી.આર.પાટીલની નવી ગાઇડલાઇને અનેક મુરતિયાઓની મુશ્કેલી વધારી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતા રાજકીય વાતાવરણમાં ગરમાવો આવેલ છે ડભોઇ નગરપાલિકામાં ૨૦૧૫ની ચૂંટણીમાં નગરપાલિકાના કુલ ૯ વોર્ડ માંથી દરેક વોર્ડમાં ચાર બેઠકો હોવાથી કુલ ૩૬ બેઠકો હતી. જેમાંથી અપક્ષ ચાર ચૂંટાઇ આવ્યા હતા અને ભાજપની પેનલ વોર્ડ નંબર ૭માં ચૂંટાઈ આવી હતી. કોંગ્રેસના કુલ ઉમેદવારો માંથી ૨૮ બેઠકો કોંગ્રેસે જીતી હતી એટલે કે ભાજપની માત્ર ચાર બેઠક ડભોઇ નગરપાલિકામાં આવી હતી .એ સમયે કોંગ્રેસનું બોર્ડ ડભોઇ નગરપાલિકામાં સત્તા પર આવ્યું હતું ડભોઇ નગરપાલિકામાં ગત ચૂંટણીમાં કોંગ્રેસે બહુમતી મેળવી હતી વોર્ડ નંબર ૭માં ભાજપની પેનલ આખી આવતા તે સમયે ભાજપે હાશકારો અનુભવ્યો હતો આ વોર્ડ નંબર સાત માં ભાજપની પેનલમાં મુખ્ય ઉમેદવારોએ આ વખતે ભાજપ પાસે ૨૦૨૧ની ચૂંટણીમાં આજ વોર્ડમાંથી ટિકિટની માંગણી કરેલ છે હવે તો સમય આવે ત્યારે જ ખબર પડે કે કોને ટિકિટ મળે છે ? પરંતુ આવળના એક મુખ્ય ઉમેદવાર વર્ષોથી આજ વોર્ડ માંથી ચૂંટાઈને આવે છે ડભોઇ નગરપાલિકાના દરેક વોર્ડમાં ભાજપ પાસે ઉમેદવારોએ ટિકિટો માંગેલ છે હવે કોની ટિકિટ આવે છે અને કોની નથી આવતી તે તો આવનારો સમય જ બતાવશે. હાલમાં ભાજપ પાસે આ ચૂંટણીમાં દરેક વોર્ડમાં ઉમેદવારોનો રાફડો ફાટયો છે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં કોની ટિકિટ કપાસે તે હાલ કહેવું મુશ્કેલ છે જાણવા મળ્યા મુજબ ૫ ફેબ્રુઆરીના રોજ ભાજપના ઉમેદવારોનું લીસ્ટ બહાર પડશે એવી રાજકીય ચર્ચાઓ ચાલી રહેલ છે ભાજપે ઉંમરની મર્યાદા અને ત્રણ ટમની મર્યાદા નક્કી કરેલ છે તેનો અમલ નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં પણ થશે ખરો ? અગાઉ ભાજપે ૫૫ વર્ષની ઉંમર નક્કી કરી હતી પરંતુ હાલ ૬૦ વર્ષની ઉંમરથી વધુ જેની હશે તેઓને ટીકીટ નહિ મળે ભાજપમાં અસંતોષના ડરના કારણે વયમર્યાદા વધારવી પડી હોવાનું આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળેલ છે પરંતુ આ ફક્ત કોર્પોરેશન માટે જ છે કે પછી નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં પણ અમલ થશે ખરો ? આવી તરહ તરહની ચર્ચાઓ રાજકારણમાં ચર્ચાઈ રહી છે. હાલમાં તો ભાજપ તરફથી અને કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારોની કોઈ યાદી જાહેર કરવામાં આવેલ નથી.પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર બુધવારના રોજ પૂર્વ ધારાસભ્ય ડભોઇ આવનાર છે ત્યાર પછી કોંગ્રેસના નામોની ચર્ચા થશે અને પછી ઉમેદવારો નક્કી થશે. જો મુખ્ય બે રાજકીય પક્ષો આવા કેટલાક મજબૂત દાવેદારોને ટિકિટ આપશે નહીં તો આવા દાવેદારો માંથી કેટલાક અંદરખાનેથી અપક્ષ ચૂંટણી લડવાની તૈયારીઓ પણ હાલમાં કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.