રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
આર્મીમાંથી નિવૃત થતા સૈનિકનું કેશોદમાં વિવિધ સંસ્થા તેમજ વિવિધ સમાજ દ્વારા ચાર ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સ્વાગત કરવામાં આવ્યું.
કેશોદના અને આર્મીમાં સતત ૧૬ વર્ષ ફરજ બજાવી દેશ સેવા કરી અને આજરોજ નિવૃત થઇ કેશોદ વતન આવેલ સૈનિક એવા પ્રફુલભાઈ ધૂળા સન્માન કાર્યકર્મ કેશોદના ચાર ચોક વિસ્તારના ડો. બાબા સાહેબ આબેડ્કરનીની પ્રતિમા પાસે રાખવામાં આવ્યો જેમાં કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમના તેમજ ભાજપના આગેવાનો તેમજ કેશોદ કોંગ્રેસના આગેવાનોએ સાથે મળીને કળશધારી બાળાઓએ કુમ કુમ તિલક કરી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા. ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડો.સ્નેહલ તન્ના તેમજ મહાવીર સિંહ જાડેજા તેમજ તેમની ટીમ દ્વારા ફૂલહાર કરીને સ્વાગત કરવામાં આવ્યું. તેમના કુટુંબોજનો શહેરના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કેશોદના ચાર ચોક વિસ્તારમાં ડી.જે ના તાલે દાંડિયા રાસ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સાથે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હુલહાર કરવામાં આવ્યા હતા આનંદ ઉત્સાહ સાથે નિવૃત ફૌજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.