રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
કોવીડ-૧૯ ની સતત કામગીરી થી માનસિક શારીરિક તનાવમુક્ત બનવા યોજાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ…
જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર હેઠળની પ્રાંત કચેરીઓ અને કલેકટર કચેરીનાં કર્મચારીઓ ની ક્રિકેટ ટીમો વચ્ચે જુનાગઢ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ (વર્ગ-૩) આયોજીત રેવન્યુ પ્રિમયર લીગ-૨૦૨૧ જ્ઞાનબાગ, સ્વામિનારાયણ ગુરુકુલ જુનાગઢ ખાતે યોજવામાં આવી હતી. જુનાગઢ જિલ્લા કલેકટર કચેરી,અધિક કલેકટર કચેરી, કેશોદ પ્રાંત કચેરી, વંથલી પ્રાંત કચેરી, મેંદરડા પ્રાંત કચેરી, વિસાવદર પ્રાંત કચેરી, જુનાગઢ પ્રાંત કચેરીની ક્રિકેટ ટીમો વચ્ચે પ્રિમીયર લીગ-૨૦૨૧ યોજાઈ હતી. કોવીડ-૧૯ ની મહામારી વચ્ચે સતત અગીયાર માસથી ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ તરીકે કામગીરી કરનારાં જુનાગઢ જિલ્લાનાં વહીવટી તંત્રનાં કર્મચારીઓએ ગરવા ગિરનારની ગોદમાં ફુલગુલાબી ઠંડીમાં ક્રિકેટ રમીને તનાવમુક્ત બની શારિરીક માનસિક સ્ફ્રુતિ મેળવી હતી. કેશોદ પ્રાંત કચેરી અને મેંદરડા પ્રાંત કચેરી તમામ રાઉન્ડ પુરાં કરી ફાઈનલમાં પહોંચી હતી, બન્ને ટીમો વચ્ચે રસાકસીભર્યા મેચના અંતે છેલ્લી ઓવર અને છેલ્લી વિકેટ બાકી હતી ત્યારે કેશોદ પ્રાંત કચેરી ચેમ્પિયન બની હતી અને રનર્સ અપ મેંદરડા પ્રાંત કચેરી વિજેતા બની હતી. જુનાગઢ જિલ્લા કલેકટર ડૉ સૌરભ પારધી, કેશોદ નાયબ કલેકટર રેખાબા સરવૈયા, મેંદરડા નાયબ કલેકટર સાકરીયા અને ચીટનીશ ટુ કલેકટર ઈનામ વિતરણ સમારોહ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. દરેક ક્રિકેટ મેચમાં મેન ઓફ મેચ, બેસ્ટ ફિલ્ડર,બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ સીરીઝ ના ખેલાડીઓ ને શિલ્ડ આપવામાં આવ્યાં હતાં. પ્રિમીયર લીગ-૨૦૨૧ ની વિજેતા ટીમ અને રનર્સ અપ ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જુનાગઢ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ (વર્ગ-૩) નાં પ્રમુખ આશિષભાઈ બાખલકીયા,એમ. ડી. શુકલ, પ્રતિપાલસિંહ રાયજાદા,કેવિનભાઈ ખત્રી,પી. એ. કહોર,સી. એ. મુનીયા, કિરીટભાઈ સોલંકી, રામભાઈ સોલંકીએ ભારે જહેમત ઉઠાવી હતી. જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર હેઠળની પ્રાંત કચેરીઓ વચ્ચે યોજાયેલી પ્રિમીયર લીગ-૨૦૨૧ નાં સ્વ મનોજભાઈ અને મહેશભાઈ બોદર નાં સ્મરણાર્થે શિલ્ડ ટ્રોફી નાં સ્પોન્સર શુભમ મોબાઈલ રાજુભાઈ બોદર બન્યાં હતાં અને જુનાગઢ કલ્પ કન્સ્ટ્રકટર્સ દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો.