રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
કેશોદ પોલીસ દ્વારા પાંચ વ્યક્તિઓ સાથે રૂપિયા ૫૫૨૦૦/-નો રોકડ મુદામાલ કબજે કર્યો
કેશોદ તાલુકાના અગતરાય ગામે આવેલ બાગ વિસ્તારમાં દુકાન ભાડે રાખી બાંટવાનાં રહીશ રવીભાઈ મનુમલ પુંજાઈ એલઈડી સ્ક્રીન પર આંક ફેરનો પૈસાથી હારજીતનો જુગાર સાતેક દિવસથી રમાડી યંત્રોના ચિત્રો ઉપર અગીયાર રૂપિયા લગાવી દર પંદર મિનિટ પછી ડ્રો કરી વિજેતાઓને સો રૂપિયા ચુકવી પૈસાથી હારજીતનો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે કેશોદ પોલીસ દ્વારા વોચ ગોઠવી અને રેડ કરી પાંચ આરોપીઓ ને ઝડપી પાડેલાં છે. કેશોદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એન.બી.ચૌહાણે કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાં મુજબ અગતરાય ગામે બાગ વિસ્તારમાં રવીભાઈ મટુમલ પુંજાઈ એચ એસ ઓનલાઈન માર્કેટિંગ પ્રા લિ નામની કંપનીની આડમાં કોઈપણ જાતના ચાંદીના સિક્કાનો સ્ટોક રાખ્યાં વગર નામદાર કોર્ટનાં હુકમ વિરુદ્ધ રોકડ રૂપિયા થી જુગાર રમાડતાં હોય રેડ કરી રવીભાઈ મટુમલ પુંજાઈ રહે બાંટવા,સાવનભાઈ રમેશભાઈ મારડીયા રહે અગતરાય, ચંદુભાઈ ખીમજીભાઈ ગોહેલ રહે અગતરાય,જેન્તિભાઈ વીરાભાઇ દાફડા રહે અગતરાય, અજયભાઈ ભીખાભાઈ દાફડા રહે અગતરાય ની અટક કરી રોકડા રૂપિયા ૨૦૫૦૦/- સાથે મુદામાલ મળીને કુલ રૂપિયા ૫૫૨૦૦/- કબજે કરી જુગાર ધારાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કેશોદના અગતરાય ગામે એલઈડી સ્ક્રીન પર હારજીતનો જુગાર ઝડપી પાડવામાં કેશોદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ એન.બી.ચૌહાણ સહીત સ્ટાફના માણસોને સફળતા મળી હતી.