રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
આજે સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ૪૦ ડીગ્રી જેવી આકરી ગરમીમાં પણ જેતપુર પોલીસ તેમની ફરજ બજાવે છે જેતપુર લોકડાઉનનું ચુસ્તપણે અમલ થાય તે માટે શહેરના મુખ્ય ટ્રાફિક પોઈન્ટ ઉપર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે જેતપુરમાં લોકડાઉન વચ્ચે શહેરના પોલીસ જવાનો આ કાળઝાળ ગરમી વચ્ચે જનતાનું રક્ષણ તથા સુરક્ષા કરી રહ્યા છે ત્યારે યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા ફરજ બજાવતા પોલીસ જવાનોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના સરદાર ચોક. તીનબંતી ચોક. જુનાગઢ રોડ. જેવાં દરેક પોઈન્ટ ઉપર પોલીસ જવાનોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી હતી.
લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે તે માટે તેઓ સવારથી જ પોતાની ફરજ નિભાવતા હોય છે. તેવામાં હાલ સૂર્ય નારાયણના આકરા તાપને કારણે શહેરમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. અસહ્ય ગરમીથી ઘરમાં પણ લોકો અકળાઈ ઉઠ્યા છે ત્યારે હાલ કાળઝાળ ગરમીમાં પણ પોલીસ જવાનો પોતાની ફરજ નિભાવી રહ્યા છે. હાલ લોક ડાઉનની સ્થિતિમાં લોકો ઘરમાં જ રહે અને બિન જરૂરી બહાર ન નીકળે તે માટે પોલીસ કાળઝાળ ગરમીમાં પણ ફરજ નિભાવી રહી છે ત્યારે લોકોએ પણ લોકડાઉનનું ચુસ્ત પણે પાલન અને જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળી પોતાની રાષ્ટ્ર ફરજ નિભાવવી જોઈએ.