ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાના શ્રી તિરૂપતિ બાલાજી આશ્રમ પ્રાચી ખાતે સત્યનારાયણ કથા, વિષ્ણુપૂજન અનુષ્ઠાન તથા સત્સંગનું આયોજન..

Gir - Somnath Latest
રિપોર્ટર:દિપક જોશી,ગીર સોમનાથ

સુત્રાપાડા તાલુકાના યાત્રાધામ પ્રાચી તીર્થ શ્રી તિરુપતિ બાલાજી આશ્રમ પ્રાચી ખાતે આજરોજ શ્રી અનંત વિભૂષિત જગદાચાર્ય શ્રી શ્યામનારાયણ આચાર્ય મહારાજ-સ્વામીજીના સાન્નિધ્યમાં સત્યનારાયણ કથા વિષ્ણુપૂજન અનુષ્ઠાન તથા સત્સંગનું આયોજન થયેલ હતું . આ ધાર્મિક મહોત્સવમાં સમસ્ત બ્રહ્મસમાજ પ્રાચી તીર્થના ગ્રામજનો અને ધાવા, હડમતીયા ગીરના સેવકોએ ભાગ લીધો હતો.આ તકે પ્રાચી તીર્થ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સ્વામીજીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સફળ આયોજન તીર્થ ગોર જીગ્નેશ ભાઈ ભટ્ટ અને તીર્થ ગોર પરેશભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવેલું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *