રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ટાવર મેદાન ખાતે આઈ.એસ ગ્રુપ માંગરોળ દ્વારા માંગરોળ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ૧૬ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ સ્ટાર ઇલેવન અને આઈ એસ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં માંગરોળની સ્ટાર ઇલેવન વિજેતા થઇ હતી. વિજેતા ટીમને ટ્રોફી સાથે વીસ હજાર રૂપિયાનો ચેક તેમજ રનર્સ-અપ ટીમને ટ્રોફી અને દસ હજાર રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. આ સિવાય મેન ઓફ ધ મેચ , બેસ્ટ બેટ્સમેન, બેટ બોલર, સેમિફાઇનલમાં પહોંચેલી ટીમોને અને ખેલાડીઓને પણ ટ્રોફી રોકડ પુરસ્કાર, ચાંદીના મેડલ અને ટી-શર્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ક્રિકેટ આયોજકને સુંદર આયોજન બદલ એકતા ફાઉન્ડેશન દ્વારા આઈ.એસ ગ્રુપને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતુ. વિજેતા તેમને નગરપાલિકા પ્રમુખ મોહમદ હુસેન ઝાલાના હસ્તે ટ્રોફી અને ચેક એનાયત કરવામાં આવ્યો હતો. આ તકે નગરપાલિકા પ્રમુખ મોહમદહુસેન ઝાલાએ માંગરોળના ઐતિહાસિક ટાવર મેદાનની ફરતે બેઠક વ્યવસ્થા તેમજ લાઇટિંગ વ્યવસ્થા માટે પાલિકામાંથી રૂપિયા 35 લાખની ગ્રાન્ટ મંજુર થઈ ગઈ હોવાનું અને ટુક સમયમાં કામગીરી શરૂ થવાની હોવાની જાહેરાત કરતા ક્રિકેટ રસિયાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.