રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે આજે કલેકટર અજયપ્રકાશે કોવિશિલ્ડ વેકસીન લીધી હતી. કલેકટર અજયપ્રકાશે વેક્સિન લીધા બાદ જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૬ જાન્યુઆરીથી વેકસીન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લાના ફન્ટ લાઈન કોરોના વોરિર્યસ તબીબો અને પોલીસ વિભાગના કર્મચારીઓને વેક્સિન આપી રક્ષિત કરવામાં આવ્યા છે. સરકારની ગાઈડ લાઈન મુજબ જે લોકોને કોરોના વેક્સિન લેવાનો સમય આવે ત્યારે તેઓએ આ વેક્સિન અચુક લેવી જોઈએ. કોવિશિલ્ડ વેક્સિન સંપુર્ણ સુરક્ષીત છે. આજે મે કોવિશિલ્ડ વેક્સિન લીધા બાદ કોઇ આડ અસર થઈ નથી હું સંપુર્ણપણે સુરક્ષીત છું. આ અભિયાનમાં વેકસીનેટર લવલીબેન ચૌધરીએ ફરજ બજાવી હતી. આ તકે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા, જિલ્લા ક્ષય અધિકારી ડો.બામરોટીયા, રસીકરણ ઓફિસર ડો.ગૌસ્વામી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.