રિપોર્ટર: આદિલખાન પઠાણ,બાબરા
બાબરા તાલુકામાં પલ્સ પોલિયો અભિયાનને સુપેરે પાર પાડવા બાબરા આરોગ્ય વિભાગ દ્વારા પુરતી તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર બાબરા તાલુકા હેલ્થ ઓફિસર ડો. અક્ષય ટાંક ની દેખરેખ હેઠળ તાલુકામાં જાહેર જગ્યાએ કુલ 60 જેટલા બુથ પોલિયોના ઉભા કરવામાં આવ્યા છે. અને આગામી ત્રણ દિવસમાં તાલુકાના કુલ 12060 જેટલા 0 થી 5 વર્ષ સુધીના બાળકોને રસી કરણ કરવાનો લક્ષાંક બાબરા આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. તે માટે આરોગ્ય વિભાગ દ્વારા 228 કર્મચારીઓને કામે લાગ્યા છે 14 જેટલી મોબાઇલ ટીમ રાખવામાં આવેલ છે આ માટે સુપરવાઇઝર દ્વારા સુપર વિઝન ઘનિષ્ઠ બનાવવામાં આવેલ છે બાબરા એસ.ટી. ડેપોમાં તેમજ જીન વિસ્તાર વિસ્તાર,ઇટો ના ભઠ્ઠા, જી. આઇ. ડી.સી તાલુકાના તમામ વિસ્તારો ખેતરો મા મજુરોના બાળકોને પણ પોલીયો રસીકરણ કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કમર કસવામાં આવી રહેશે બાબરા તાલુકાનુ ૦ થી ૫ વર્ષના બાળકો પોલિયોના બે ટીપાંથી વંચિત ન રહે તેની પૂરી તકેદારી અને કાળજી લેવામાં આવી રહી છે. પ્રથમ દિવસે બુથ ઉપર બીજા અને ત્રીજા દિવસે ઘેર ઘેર ફરી પોલિયો રસીકરણ કરવામાં આવશે બાબરા તાલુકા હેલ્થ સુપરવાઇઝર રાજેશભાઈ સલખના દ્વારા જણાવ્યું હતું.