ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાના પ્રાચી (ટીંબડી) ગાયત્રી ધામ ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન..

Gir - Somnath Latest
રિપોર્ટર:દિપક જોશી,ગીર સોમનાથ

સુત્રાપાડા ના પ્રાચી (ટીંબડી) ગાયત્રી ધામ ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન તારીખ ૧/ ૨/૨૦૨૧ના રોજ સવારે ૯ થી ૧૨ કલાકે નેત્ર નિદાન કેમ્પનું આયોજન થનાર છે. તેમાં શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટના સેવાભાવી ડોક્ટર દ્વારા આંખની તપાસ કરી મોતિયાના દર્દીઓને એડમીટ કરી ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ જઇ વિનામૂલ્યે ઓપરેશન કરી નેત્રમણી પણ ફીટ કરી દેવામાં આવશે અને ફરી કેમ્પના સ્થળે પ્રાચી તીર્થ ખાતે મૂકી જશે આ કેમ્પમાં આવતા દર્દીઓને પોતાનું આધારકાર્ડ ફરજિયાત લાવવાના રહેશે હાલ વૈશ્વિક કોરોનાવાયરસ ના હિસાબે સરકાર શ્રી ની ગાઈડ લાઈન પ્રમાણે માસ્ક બાંધી સોશિયલ ડીસ્ટન્સનુ પાલન કરવાનું રહેશે કેમ્પ માટે સંપર્ક સૂત્ર ગાયત્રી પરિવારના પરિજનો તથા વિશેષ માહિતી માટે સંપર્ક બાલુભાઈ .બી ઝાલા., Ex-Army, ધટીયા, પ્રાચી મોબાઇલ નંબર ( ૯૨૭૫૧૧૦૭૧૬,૯૨૭૪૦૧૩૨૪૨,૭૯૮૪૪૯૫૧૫૫) પર સંપર્ક કરવા તથા કેમ્પનો આંખના દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *