રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ વડોદરી ભાગોળ પાસે આવેલી ચુનીલાલ પાર્ક સોસાયટીના નાકે સુખીયા પીર કબ્રસ્તાનમાં આવેલ સૈયદ રુકનું દિન મહમુદમિયાં ઉર્ફે (મસ્તાન બાવા) ના ૩૫ મા ઉર્ષ પ્રસંગે સાદગીપૂર્ણ રીતે તેમના કુટુંબીજનો સૈયદ સાકીર કમર મિયા, સૈયદ જાઈદ કમર મિયા સૈયદ પરવેજ મખદૂમ મિયા સૈયદ શાહરૂખ મખદુમ મિયા તેમજ અકિદત મંદો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે દર વર્ષે મસ્તાન બાવાનો સંદલ શરીફ અને ઉર્ષનો કાર્યક્રમ ઘણી શાનો શોકત અને રંગેચંગે ઢોલ તાસા સાથે ઉજવવામાં આવે છે. સાથે ઉર્શમાં આવેલ આ મંદો અકીદત મંદોના લીધે નજરોન્યાજની વ્યવસ્થા પણ કરાય છે. પરંતુ આ વર્ષે ચાલતી કોરોનાની મહામારી ને પગલે અકિદત મંદો દ્વારા મસ્તાન બાવાનું ઉર્ષ સંપૂર્ણ સાદગીપૂર્ણ રીતે સરકારી ગાઇડલાઇન મુજબ ઉજવવામાં આવ્યો હતો. હિન્દુ મુસ્લિમ એકતાના સમન્વય અને પ્રતીક સમાન મસ્તાન બાવા ના આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફ ખાતે અનુયાયીઓ દ્વારા ફૂલ ચાદર ચઢાવી પોતાની મનોકામના સાથે દુવા ગુજારવામાં આવી હતી. સરકાર ની ગાઈડલાઈન મુજબ ડિસ્ટન્સ રાખી માસ્કનું પાલન કરી અકીદત મંદો એ હાજરી આપી હતી.