રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ મીર સમાજ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ક્રીકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. કેવદ્રા મુકામે યોજાયેલ ક્રીકેટ ટુર્નામેન્ટમાં છ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં યંગ સ્ટાર કેશોદ વિનર ટીમ બની હતી. જ્યારે સંજરી ઈલેવન રનર્સ અપ રહેલ વિનર ટીમને ટ્રોફી તથા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મીર સમાજની એકતા અને સંગઠનના ભાવથી ઓપન સૌરાષ્ટ્ર ક્રીકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતનું ગૌરવ ઢોલકના બેતાઝ બાદશાહ હાજી રમકડું તથા અખીલ સૌરાષ્ટ્ર ફકિર સમાજ પ્રમુખ ઈરફાનશાહ સોહરવર્દી તથા મીર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં વિનર ટીમ તથા સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફી તથા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતો. ઓપન સૌરાષ્ટ્ર ટુર્નામેન્ટમાં મીર સમાજ દ્વારા તન મન ધનથી સાથ સહકાર આપવામાં આવ્યો હતો જે તમામનો કેશોદ મીર સમાજ પ્રમુખ અબ્દુલ કાદીરે આભાર માન્યો હતો.