રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
શ્રીરામ મંદિર નવ નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિધી સમર્પણ અભિયાન અંતર્ગત ફંડ એકત્ર કરવા તાલુકા જીલ્લાઓમાં સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં અસંખ્ય દાતાઓ તન,મન,ધનથી સાથ સહકાર આપી રહયા છે ત્યારે પંચાળા સ્વામિનારાયણ મંદિર તરફથી શ્રીરામ મંદિર નિર્માણમાં એકાવન હજારનું ફંડ અર્પણ કરી શ્રીરામ મંદિર નિર્માણમાં સહભાગી થયા છે સ્વામી મંદિરે મધ્યાહન આરતી બાદ ઉપસ્થિત આગેવાનોનું સ્વામી સંતો દ્વારા પુષ્પહારથી સ્વાગત કર્યું હતું. ફંડ અર્પણ નિમીતે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર જીલ્લા સંયોજક અશ્વિનસિંહ રાયજાદા સંત સંમેલન અભિયાનના કન્વીનર હમીરભાઈ ભેડા ધારાસભ્ય દેવાભાઈ માલમ પુર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ભુપેન્દ્રભાઈ જોષી, મહાવીરસિંહ જાડેજાા ભુપેન્દ્રભાઈ જોષી સહીતની ઉપસ્થિતમાં પંચાળાા સ્વામિનારાયણ મંદિરના યોગેશ્વરદાસજી સ્વામી તથા ઘનશ્યામ સ્વામીના વરદ હસ્તે એકાવન હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ ગોપાલ ક્રીષ્ના ગેસ એજન્સી હમીરભાઈ ભેડા તરફથી અગીયાર હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.