બાળકના જન્મદિનની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી.

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

અત્યારે દેખાદેખીનાં આ યુગમાં બિનજરૂરી અને આનંદ પ્રમોદ હેતુ ક્ષણિક અને વાહવાહી પૂરતા ખોટો અને મોટા નિરર્થક ખર્ચાઓ ઉજવણીમાં લોકો કરતા જોવા મળે છે. જે કાર્યક્રમ યજમાન કે મહેમાનને એકજ ટંક પૂરતો આનંદ કે મઝા આપનાર હોય છે અને એમાં હજારો રૂપિયાનો ધુમાડો થઈ જતો હોય છે. પરંતુ જો આટલા જ ખર્ચથી કોઈ ગરીબ કે જરૂરતમંદ પરિવારનો બારેમાસ ચૂલો સળગે અને એના બાળકો કે વડીલો ભૂખ્યા પેટે સુવે નહિ એવું કંઈક કરી આપીએ તો તે પરિવારને કેટલી ખુશી આનંદ અને સંતુષ્ટિ મળે અને સાથેજ તકલીફ ઓછી થઈ શકે અને મુસીબતમાં કેટલી બધી રાહત મળી શકે? એવા ઉમદા વિચારો થી યુનિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ વાળા રોટેરિયન ડો. હર્ષદ લોરીયાના પુત્ર વેદાંતના ચોથા જન્મદિવસ નિમિતે 2 જરૂરિયાત વાળા પરિવારમાં 12 મહિના ચાલે એટલું કરિયાણાની વ્યવસ્થા કરી આપીને અલગ તેમજ પ્રેરક રીતે ઉજવણી રોટરી ક્લબ ઓફ હળવદ મારફતે કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *