રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી
અંબાજી મંદિરને પોષી પૂનમ નિમિતે વિશેષ શણગારવામાં આવ્યું..
પોષી પૂનમના વેહલી સવારે દર્શન કરવા હજારોની સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા…
માં અંબાના પ્રાગટ્યદિવસ પોષી પૂનમના દિવસે માઁ જગત જનનીના નિજ મંદિર અને ગબ્બર ગોખ પર દર્શન અને આર્શીવાદ લેવા પહોંચ્યા માઇભક્તો….
આજે ગબ્બર ગોખ થી માતાજીની જ્યોત લાવી પ્રાગટ્યદિવસની ઉજવણી કરવામાં આવશે….
પોષી પૂનમ માઁ અંબાનો પ્રાગટ્યોત્સવ, શાકંભરી પૂર્ણિમા તરીકે પણ પ્રચલિત છે. લોકવાયકા મુજબ ધરતી ઉપર કાળ પડતા સમગ્ર જીવ સૃષ્ટિ ભૂખ મરાથી તડપી રહી હતી. જેને લઇ આદ્ય શક્તિ માઁ અંબાની આરાધના કરતા માઁ શક્તિ સ્વરૂપે પ્રગટ થઈ ધરતીની લીલીછમ ધન્ય ધાન્ય અને શાકભાજી અને ફળ ફુલથી આચ્છાદિત કરી દીધી હતી. જેને લઇ આ પૂનમને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. તેવું માતાજીના પૂજારીનું કહેવું છે.