અમરેલી: બાબરા તાલુકાના લાલકા ગામમાં જાહેરમાં જુગાર રમતા ૧૭ ઇસમોને રોકડ રકમ, મોબાઇલ ફોન,વાહનો સહિત કુલ રૂ.૩,૧૧,૪૩૦/- ના મુદ્દામાલ સાથે ધરપકડ

Amreli Latest
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગઇ કાલ તા.૦૯/૦૫/૨૦૨૦ ના રોજ બાબરા તાલુકાના લાલકા ગામની સીમ માં આવેલ લીંબાભાઇ જસમતભાઇ રાઠોડ તથા અરવિંદ આલાભાઇ રાઠોડની વાડીના શેઢા પાસે કેટલાક ઇસમો ભેગા મળી જાહેરમાં પૈસાથી હારજીતનો જુગાર રમે છે

તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા બે અલગ અલગ ફીલ્‍ડમાં કુલ ૧૭ ઇસમો રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પકડાઇ ગયેલ હોય, અને એક ઇસમ નાસી ગયેલ હોય, આરોપીઓએ જુગાર રમવા ઉપરાંત સક્ષમ અધિકારીની પરવાનગી વગર જુગાર રમવા અમરેલી જિલ્‍લામાં પ્રવેશ કરી, સોશ્યિલ ડીસ્‍ટન્‍સ નહીં જાળવી, માસ્‍ક નહીં પહેરી, બિનજરૂરી ઘરની બહાર નીકળી જાહેરનામાનો ભંગ કર્યો હતો જે તમામ સામે જુગારધારા મુજબ તેમજ જાહેર આરોગ્ય અંગે અમલમાં રહેલ વિવિધ જાહેરનામાના ભંગ બદલ ધોરણસર કાર્યવાહી કરી બાબરા પોલીસ સ્‍ટેશન માં સોંપી આપેલ છે.

પ્રથમ ફીલ્‍ડમાં જુગાર રમતા પકડાયેલ ઇસમો
(૧) લીંબાભાઇ જસમતભાઇ રાઠોડ,
(૨) ભુપતભાઇ ખોડાભાઇ શીયાળ,
(૩) રમેશભાઇ ભગવાનભાઇ ગાબુ,,
(૪) નારણભાઇ જસમતભાઇ રાઠોડ,
(૫) ધિરૂભાઇ લીંબાભાઇ રાઠોડ,
(૬) જેસિંગભાઇ બોઘાભાઇ રાઠોડ,
(૭) રમેશભાઇ છનાભાઇ સોલંકી,
(૮) વલકુભાઇ વાજસુરભાઇ ખાચર,
(૯) ચંદુભાઇ અમરાભાઇ સોલંકી,
(૧૦) દાનાભાઇ રામભાઇ મીઠાપરા

રેઇડ દરમ્‍યાન નાસી ગયેલ ઇસમ
(૧૧) આલાભાઇ લક્ષમણભાઇ બાલારા રહે લાલકા તા.બાબરા જી.અમરેલી

પ્રથમ ફીલ્‍ડમાંથી પકડાયેલ મુદામાલઃ-
રોકડા રૂ.૩૭,૨૪૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૮ કિં.રૂ.૮૫૦૦/- તથા મો.સા. નંગ-૦૬, કિં.રૂ.૧,૮૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨,૨૫૭૪૦/- નો મુદ્દામાલ.*

બીજા ફીલ્‍ડમાં જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ-
(૧) અરવીંદભાઇ આલાભાઇ રાઠોડ,
(૨) નરશીભાઇ કરશનભાઇ મકવાણા
(૩) બાબુભાઇ જાદવભાઇ ઓત્રાદી
(૪) સંજયભાઇ ભનુભાઇ મકવાણા,
(૫)લાલજીભાઇ રણછોડભાઇ
(૬) મનસુખભાઇ કાળુભાઇ રાઠોડ,
(૭) રાહુલભાઇ ભુપતભાઇ રાઠોડ,

બીજા ફીલ્‍ડમાંથી પકડાયેલ મુદામાલઃ-
રોકડા રૂ.૧૦,૬૯૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૩ જેની કિં.રૂ.૧૫,૦૦૦/- તથા મો.સા. નંગ-૦૨ કિં.રૂ.૬૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૮૫,૬૯૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *