રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
રાજ્યભરમાં સ્થાનિક ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે માંગરોળ તાલુકામાં 20 તાલુકા પંચાયતની સીટો તેમજ ચાર જિલ્લા પંચાયત ની સીટો આવેલી છે. કોંગ્રેસનો ગઢ ગણાતા માંગરોળ તાલુકામાં આગામી સમયમાં આ તમામ સીટો પર કબજો મેળવવા ભાજપે ઉમેદવારો પસંદ કરવાની કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત માંગરોળ કલ્યાણ ધામ ખાતે ભાજપની સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં આગામી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માંગતા લોકોએ પોતાના ટેકેદારો સાથે પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ સેન્સ પ્રક્રિયામાં જિલ્લામાંથી આવેલા રાકેશ ઘુલેસ્યા, ચંદ્રિકાબેન રાખસીયા ,વીડી કળડાણી, રામસિંહ ડોડીયા અને ચંદુ મકવાણાએ દાવેદારોને સાંભળ્યા હતા. માંગરોળ તાલુકાની મકતુપુર જિલ્લા પંચાયત સીટ અનુસૂચિત જાતિ અનામત હોય આ સીટ પર તમામ માંગણીદારોએ એ ભાજપના નેતા જયંત ચાનપા ઉમેદવારોને ટેકો આપ્યો હતો