રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદમાં તંત્રને જાણે અંધાપો આવી ગયો હોય તેમ છેલ્લા 1 મહિનાથી ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ રહે છે. એક બાજુ ઘણા વિસ્તારમાં રાત્રે પણ લાઈટો ચાલુ હોતી નથી ત્યારે બીજી તરફ અનેક વિસ્તારોમાં દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ રહેતા વીજળીનો ભારે ખોટો વ્યય થઈ રહ્યો હોવા છતાં તંત્રની આંખ ઊડતી નથી. તેથી, જાગૃત નાગરિકે આ મામલે તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે.
હળવદ નગરપાલિકા દ્વારા જ્યારથી નવી એલ.ઇ.ડી લાઈટો નાખવામાં આવી છે. ત્યારથી જ આ નવી લાઈટોમાં કોઈને કોઈ ખરાબી થઈ રહ્યાની ફરિયાદ ઉઠે છે. ખાસ કરીને આ નવી એલ.ઇ.ડી લાઈટો અનેક વિસ્તારોમાં ધોળા દિવસે પણ ચાલુ રહે છે. તેમાંય લાઈટો ધોળા દિવસે ચાલુ રહેતી હોવાથી વીજળીનો ઘણો અપવ્યય થઈ રહ્યો છે. શહેરના ક્રિષ્ના પાર્કની લાઈટો દિવસે પણ ચાલુ રહે છે.અમુક વિસ્તારમાં રાત્રે પણ લાઈટો હોતી નથી. ત્યારે આ 24 કલાક ચાલુ રહેતી લાઈટોના કારણે થતા દુર્વ્યયને પ્રજાના ખંભે જ ઠોકી બેસાડાઈ છે. તંત્રને ટકોર કરીને વહેલી તકે વીજળીના ખોટા બગાડને અટકાવવામાં એવી માંગ છે.