બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી મોબાઇલ ટુ સ્પોટ્સ” ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોનાની મહામારીના વિષય સંજોગોમાં ફેસબુક,વોટ્સએપ,ઇન્સ્ટાગ્રામ તથા વિડીયો ગેઈમ્સ જેવી પ્રવૃર્તિઓમાં અત્યંત કિંમતી સમય વેડફતા યુવાધનને હકારાત્મ કરી તેમને ક્રિયાશીલ કરવા રમત-ગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવાએ સમયની તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ” મોબાઇલ ટુ સ્પોટ્સ ” ની નવી યોજના મંજુર કરેલ છે. આ યોજનાને –મોબાઇલ ટુ સ્પોટ્સ” ફેસબુક પેજ, યુ-ટયુબ ચેનલ, રેડિયોક્વીઝ, ચિત્રસ્પર્ધા, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો ઓડિઓ / વિડીયો ક્લીપ રજૂ કરી યુવાનોને રમત-ગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે. આ હેતુને સુચારૂ પાર પાડવા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીઓ દ્વારા સયુંક્ત રીતે “વસંતોસ્તવ” કાર્યકમ અંતર્ગત એક ચિત્રસ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં ૮ થી ૧૩ (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૦ ને ગણવાની રહેશે) વર્ષના બાળકો ભાગ લઇશ શકશે. સ્પર્ધા A – 4 સાઇઝના ડ્રોઇંગ પેપર પર “વસંતોસ્તવ” વિષય પર પોતાની કૃતિ તૈયાર તા.૨૮ જાન્યુઆરી,૨૦૨૧ થી તા.૧૪/૦૨/૨૦૨૧ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીએ મોકલવાનું રહેશે.
રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂા. રપ,૦૦૦, દ્વિતીય વિજેતાને રૂા.૧૫,૦૦૦ અને તૃતિય વિજેતાને રૂા.૧૦,૦૦૦ એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂા.૫,૦૦૦ (પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ડ્રોઇંગકીટ આપવામાં આવશે. આ અંગેની વધુ માહિતી “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ” યોજના અંતર્ગત ફેસબુકપેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુ-ટ્યુબ ચેનલની લીંક https://www.youtube.com/UCzsiROvtHpN4rk ensUaz-g પરથી મળી શકશે,તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, નર્મદા એ જણાવ્યું હતું.